મુંબઈ: ઉડાન ભરીને ગુમ થયેલા ઓએનજીસીના હેલિકોપ્ટરનો દરિયામાંથી મળ્યો કાટમાળ , 4 મૃતદેહ મળ્યા

મુંબઈ: મુંબઈની પાસે અરબ સાગરમાં શનિવારે એક પવનહંસ હેલિકોપ્ટર ગુમ થઈ જતા તંત્રે એલર્ટ થઇ તાત્કાલિક શોધખોળ હાથ ધરી હતી.આ હેલીકોપ્ટરમાં 2 પાયલોટ સહીત ઓએનજીસીના 5 કર્મચારીઓ સવાર હતા. હેલિકોપ્ટરે મુંબઈની જુહુ ચોપાટી નજીકથી ઉડાન  ભર્યાની 10 મિનિટ બાદ જ એર ટ્રાફિક કન્ટ્રોલ (એટીસી) સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. જે બાદ હેલીકોપ્ટર ગુમ થયું હોવાની જાણ થતા જ સુરક્ષા તંત્રને એલર્ટ કરવામાં આવ્યું હતું, બીજી તરફ દરિયામાં ગૂમ થયેલા હેલિકોપ્ટરને શોધવા માટે નેવી અને કોસ્ટ ગાર્ડની મદદથી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ કોસ્ટ ગાર્ડની ટીમને હેલિકોપ્ટરનો કાટમાળ મળ્યા બાદ અન્ય એક શિપને હેલિકોપ્ટરમાં સવાર 4 લોકોના મૃતદેહ પણ મળી આવ્યા હતા. જયારે અને લોકોને શોધવાની ગતિવિધિ ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે હેલિકોપ્ટરે શનિવાર સવારે 10:20 વાગ્યે જૂહુ એરપોર્ટથી ઉડાન ભરી હતી અને એ 10:58 વાગ્યે ઓએનજીસીના નોર્થ ફિલ્ડમાં ઉતરવાનું હતું. જોકે, ઉડાનની દસ મિનિટ પછી જ 10.30 વાગ્યે હેલિકોપ્ટરનો એટીએસ સાથે સંપર્ક તૂટી ગયો હતો. ત્યારે હેલિકોપ્ટર મુંબઈ કોસ્ટથી 30 નોટિકલ માઇલ દૂર હતું. ઓએનજીસીએ કોસ્ટ ગાર્ડને આ અંગે એલર્ટ કર્યા હતા.

error: Content is protected !!