ટોચના પાટીદાર સંગઠનોએ હાર્દિકની ટીકા કરી , 50% થી વધુ અનામત શક્ય ન હોવાની હરીશ સાલ્વે પાસેથી પુષ્ટિ કરી

અમદાવાદ, દેશગુજરાત: 6 પાટીદાર સંગઠનો, ઉમિયા ધામ, સિદસર, ખોડલધામ, 41 ગામ કડવા પાટીદાર, એસપીજી, સરદારધામ, ધરતી વિકાસ મંડળ અને અન્ય લોકોએ મંગળવારે અહીં એક પત્રકાર પરિષદ યોજી હતી અને કપિલ સિબ્બલ – હાર્દિક પટેલ – કોંગ્રેસની પાટીદાર અનામત ફોર્મ્યુલાને નકારી કાઢી હતી.

પાટીદાર સમુદાયનું  પ્રતિનિધિત્વ કરતી સંસ્થાઓના સમિતિના કન્વીનર આર.પી. સવાણીએ કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા અનામત ક્વોટા આપવામાં આવે કે ન આવે ભાજપનો બહિષ્કાર થવો જોઈએ તેવા હાર્દિક પટેલના નિવેદન સાથે તેઓ સહમત નથી. પાટીદાર સંગઠનોએ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશ પટેલ સાથેની મીટિંગ દ્વારા રાજકીય લાભ લેવાનો હાર્દિકના પ્રયાસ અંગે પણ આક્ષેપ કર્યો હતો.

પાટીદાર સંગઠનોએ કહ્યું હતું કે, તેઓએ વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વેની સલાહ લઇ પુષ્ટિ કરી હતી કે 50%ની  મર્યાદાથી વધારે અનામત  ક્વોટા કોઈ પણ સંજોગોમાં શક્ય નથી અને જો આપવામાં આવે તો કોર્ટ દ્વારા તેને ગેરબંધારણીય ઠેરવવામાં આવશે.

error: Content is protected !!