સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત સાથે હવે પ્રવાસીઓ નર્મદા ડેમમાં બોટિંગની મજા માણી શકશે

અમદાવાદ : ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના લોકાર્પણ બાદ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની કનેક્ટિવિટી અને ટૂ‌િરઝમને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે નર્મદા ડેમ ખાતે  સી-પ્લેન માટે વોટર એરોડ્રાેમ બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હોતી. આ સાથે જ હવે વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે સરદાર સરોવર ડેમના પાછળના ભાગે પ્રથમવાર બોટિંગ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે. માહિતી મુજબ આગામી સપ્તાહથી નર્મદા નદી પાસેના વિયર ડેમમાં કેપ્સ્યૂલ બોટ, હાઉસ બોટ અને વોટર બાઈકની સેવાનો લાભ પ્રવાસીઓને માણવા મળશે.

નર્મદા નદીમાં આગળના ભાગે વિયર ડેમ પાસે પાણીની ઊંડાઈ વધુ છે ત્યાં આ બોટિંગ સુવિધા શરુ કરવામાં આવશે. એક બોટની કેપે‌િસટી 100  પ્રવાસીઓની છે. બીજી બોટની કેપેસિટી 30 પ્રવાસીઓની છે. આ બોટિંગ પોઇન્ટ પર જવા માટે પ્રવાસીઓએ ફ્રેમના ચેકિંગ પોઇન્ટ પર જવાનું રહેશે, જ્યાં પ્રવાસીઓને એક બસ મળશે. જે પ્રવાસીઓને બોટિંગ પોઇન્ટ સુધી લઇ જશે.બોટિંગ માટેનો ચાર્જ વ્યક્તિદીઠ 250 રૂપિયા હશે. આ સાથે જ બાળકો, સિનિયર સિટીઝન અને આર્મીમેન માટે રૂપિયા ૧૦૦ છે. સરદાર સરોવર ડેમના પાછળના ભાગે બોટિંગ સુવિધા શરૂ કરવામાં આવી રહી છે.

અત્રે નોંધનીય છે કે, છેલ્લા એક મહિનામાં જ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની 3 લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે.

error: Content is protected !!