સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને અહીં જોવા મળશે વાઘા બોર્ડર જેવી પરેડ

કેવડિયા: સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ ત્યાં મુલાકાતીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તહેવારોની રાજાઓમાં ભારે ભીડ જોવા મળી હતી. આ સાથે હજુ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીના તરફ લોકો આકર્શાય તે માટે રાજ્ય સરકાર આ સાઈટ પર પરેડનું આયોજન કરવાનું નક્કી કર્યું છે. વાઘા બોર્ડર પર થતી પરેડને જોવા માટે દેશ વિદેશથી ઘણા લોકો જતા હોય છે. પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓને આ વાઘા બોર્ડરની પરેડ જોવાનો પણ લ્હાવો મળશે. હવે આ વિશ્વની સૌથી ઊંચી વિશાળ પ્રતિમાની સાથે જ લોકો અહીં વાઘા બોર્ડર જેવી પરેડ પણ જોઇ શકશે.

વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની વિશાળ પ્રતિમાને જોવાનો લોકોનો આ ઉત્સાહ જળવાઇ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે હવે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસ ટૂંક સમયમાં વાઘા બોર્ડર જેવી પરેડ પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઈટની મુલાકાતે મોટી સંખ્યામાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાને લઈને સરકાર એસઆરપીના ખડતલ 30 જવાનોની ટુકડી અહીં તૈનાત કરશે. નોંધનીય છે કે, હાલ જે બાઉન્સરો સુરક્ષા કરે છે તેમની અનેક ફરિયાદો ઉઠી રહી છે.

Related Stories

error: Content is protected !!