બાથટબમાં ડૂબી જવાથી થયું શ્રીદેવીનું મોત, લોહીમાં મળ્યું આલ્કોહોલ: પોસ્ટમોર્ટમ રીપોર્ટ

મુંબઈ: 24 ફેબ્રુઆરીએ દુબઈમાં શ્રીદેવીનું નિધન થયું હોવાનાં સમાચાર મળતા જ બોલીવુડમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ સાથે જ  હાર્ટ અટેકનાકારણે તેનું નિધન થયું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું. જોકે, દુબઈમાં જ શ્રીદેવીનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ આજે (સોમવારે) આવેલા રીપોર્ટમાં તેના નિધનનું સાચું કારણ સામે આવ્યું છે. દુબઇની ઓથોરિટીઝે ભારતીય દૂતાવાસને શ્રીદેવીનાં મોત અંગેનાં મહત્વનાં ડોક્યુમેન્ટ્સ સોપ્યા હતા. જે રીપોર્ટ મુજબ હોટલનાં બાથટબમાં ડુબવાનાં કારણે શ્રીદેવીનું મોત નિપજ્યું છે. આ સાથે જ તેમનાં લોહીમાં આલ્કોહોલનાં અંશો પણ મળી આવ્યા હતા. કાર્ડિયાક એરેસ્ટ દરમિયાન શ્રીદેવીએ પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતુ અને બાથટબમાં ફસડાઇ ગયા હતા અને ડૂબી જવાથી તેમનું નિધન થયું હતું.

ઘટના સ્થળની આસપાસની વસ્તુઓ અને ઘટના સ્થળની પરિસ્થિતીનાં આધારે તૈયાર થયેલ ફોરેન્સીક રિપોર્ટમાં ડુબવાનાં કારણે મોત થયું હોવાનું કહેવાઇ રહ્યું છે. શ્રીદેવી સાથે આ દુર્ઘટના બની તે સમયે તેમની સાથે કોઇ હતું કે નહીં તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!