કચ્છને જોડતો હાઈવે શરુ, રોડને વ્યાપક નુકસાન પહોંચતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા

રાજકોટ, દેશગુજરાત: ભારે વરસાદને કારણે કલાકો સુધી બંધ રહ્યા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય હાઈવે ફરી ખોલવામાં આવ્યો છે. પરંતુ જોરદાર વરસેલા વરસાદને કારણે રોડને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અહી પ્રસ્તુત કરવામાં આવેલી તસવીરોમાં રોડની સ્થિતિને નિહાળી શકાય છે. જે રસ્તા પરથી પાણીનો તીવ્ર પ્રહાર પસાર થયો તેની હાલત જાણે માટીના ચોસલા બનાવ્યા હોય તેવી થઇ ગઈ છે. હાઈવેની આ સ્થિતિ મચ્છુ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થયેલા ભારે વરસાદને કારણે થઇ છે. મચ્છુ નદીના પૂર્ણ પાણી હાઈવે પર ફરી વળતા અહીં તંત્ર દ્વારા વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી. હાઈવે બંધ હોવાને કારણે હજારો લોકોને હળવદ ખાતે રોકાવાની ફરજ પડી હતી.

kutch 2

ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સેક્રેટરીએ રવિવારે 11 કલાકે જણાવ્યા અનુસાર ગુજરાતના દરેક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનવ્યવહારની સ્થિતિ સામાન્ય થઇ ગઈ છે. અમદાવાદ-રાજકોટ અને મોરબી-કચ્છ હાઈવે પર ટ્રાફિકની ધીમી અવરજવર ચાલુ છે. જોકે, પાણીના ભરાવાના કારણે રાજ્યના 19 હાઈવે અને 102 પંચાયતના રોડ મળી કુલ 121 રોડ પર હાલની સ્થિતિએ પણ વાહનવ્યવહાર બંધ છે.

 

error: Content is protected !!