હાર્દિક પટેલ સામે નોંધાયેલો ત્રિરંગાના અપમાનનો કેસ પાછો ખેંચાય તેવી શક્યતા

રાજકોટ, દેશગુજરાત: 18 ઓક્ટોબર 2015માં રાજકોટના પડધરી પોલીસ સ્ટેશનમાં પાસના નેતા હાર્દિક પટેલ સામે રાષ્ટ્રધ્વજના અપમાનનો કેસ નોંધાયો હતો અને તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે બુધવારે કહ્યું કે, રાજકોટના કલેક્ટરને હોમ ડિપાર્ટમેન્ટની ભલામણના આધારે કેસ પાછો ખેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.

‘ગત મહિને પાટીદાર નેતાઓ અને સરકાર (નિતિન પટેલ સ્વયંની આગેવાની હેઠળની બેઠકમાં હાર્દિક પટેલ પણ હાજર હતા) વચ્ચેની બેઠક દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો અનુસાર છે. બે અન્ય કેસ પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. અમે બેઠક દરમિયાન પાટીદાર નેતાઓને જાણ કરી હતી કે, પાટીદાર આંદોલનથી સંબંધિત કેસો, જે ગંભીર પ્રકારના નથી અને રાજ્ય સરકારની સત્તાના અંતર્ગત આવે છે તે તબક્કાવાર રીતે પાછા ખેંચી લેવામાં આવશે. આંદોલનને લગતા અન્ય બે કેસો પણ પાછા લેવામાં આવ્યા છે. બાકીના દરેક કેસનો અભ્યાસ કરવામાં આવશે અને તે મુજબ નિર્ણય લેવાશે’, તેમ નીતિન પટેલે કહ્યું હતું.

એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં આગામી ચૂંટણી સાથે આ નિર્ણયનો કોઈ સંબંધ નથી પરંતુ આ એક સામાન્ય નિર્ણયનો ભાગ છે.

નોંધનીય છે કે, આ કેસ 18 ઓક્ટોબર, 2015 ના રોજ રાજકોટમાં ભારત-દક્ષિણ આફ્રિકાના એક-દિવસીય ઈન્ટરનેશનલ ક્રિકેટ મેચની સામે હાર્દિકના નાટ્યાત્મક વિરોધ દરમિયાન નોંધવામાં આવ્યો હતો, આ મેચમાં  વિક્ષેપ પડવાની હાર્દિકે ધમકી આપી હતી.

ગ્રામીણ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. ખેડૂતના પહેરવેશમાં  ગાડીપર ઉભા રહીને રાષ્ટ્રધ્વજને અંધો ફરકાવવા બદલ અને તેનો એક ડંડા તરીકે ઉપયોગ કરવા બદલ તેની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા. રાજકોટ જીલ્લામાં પાટીદારના આંદોલનને  સંબંધિત છ કેસ પૈકીનો આ એક કેસ હતો.

આ દરમિયાન પાટીદાર અનામત અંદોલન સમિતિ (પાસ) ના પ્રવક્તા વરૂણ પટેલે આ નિર્ણયને આવકારતા કરતા કહ્યું કે અન્ય કેસો પણ પાછાં ખેંચી લેવા જોઈએ. તેમણે એવો દાવો કર્યો હતો કે, ભાજપ પાટીદાર સમુદાય માટે લાભદાયી નિર્ણય લેશે તો પાસ પણ ભાજપને સમર્થન આપશે.

error: Content is protected !!