ગોંડલમાં સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત, 4 ઈજાગ્રસ્ત

ગોંડલ:  ગોંડલ માર્કેટ યાર્ડ પાસે બે કાર અને એક ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાતા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. જ્યારે 4  વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રવિવારે મોડી રાત્રે ગોંડલ માર્કેટ યાર્ડ પાસે એક આઇસર ટ્રક પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન આ ટ્રકનું ટાયર ફાટતા તે પલટી મારી ગયો હતો. ત્યારબાદ 2 કાર સાથે ટક્કર થતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કારનો કૂડદો બોલી ગયો હતો. જ્યારે એક કારને સામાન્ય નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોના ટોળા એકઠાં થઇ ગયા હતા અને ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઘટનાની જાણ થતા શહેર પોલીસ સહીત ઇમર્જેન્સી 108, ફાયરબ્રિગેડ અને નેશનલ હાઇવે એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. જ્યાં ઘાયલ લોકોને સારવાર માટે રાજકોટ હોસ્પિટલ ખસેડી પોલીસે આ અંગ વધુ તપાસ હાથધરી હતી.

Chania

Chania

error: Content is protected !!