રાજ્યસભામાં રજૂ ના થઇ શક્યું ત્રિપલ તલાક બિલ

નવી દિલ્હી:  સંસદનાં મોન્સૂન સત્રનાં અંતિમ દિવસે પણ  ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઇ ચાલી રહી છે. સરકાર તરફથી સંશોધિત ત્રિપલ તલાક બિલને રજૂ કરવામાં આવી રહ્યું હતું. જોકે, કોંગ્રેસની આગેવાનીમાં સમૂચા વિપક્ષ આનો વિરોધ કરી રહી છે. વિપક્ષનાં હોબાળા બાદ સરકારને પણ ઝુકવું પડ્યું હતું અને સંસદમાં બિલ રજૂ કરી શકાયું નહોતું. હવે સંસદનાં આગામી સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવશે.

આજે (શુક્રવારે) સંસદની કાર્યવાહી શરૂ થતા કોંગ્રેસે રાફેલનો મુદ્દો ઉઠાવી હોબાળો મચાવ્યો હતો.  જે બાદ અનેક વિપક્ષી દળોએ ત્રિપલ તલાક બિલ રજૂ કરવા પર વિરોધ દર્શાવ્યો હતો. ગૃહમાં ભારે હોબાળો મચતાં રાજ્યસભાને બપોરનાં 2:30 કલાક સુધી સ્થગિત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ત્રિપલ તલાક બિલ અંગે સંશોધનને મોદી કેબિનટે  મંજરી આપી હતી. જે બાદ આ બિલ પાસ થવાની આશા દર્શાવવામાં આવી રહી હતી. પરંતુ વિપક્ષનાં વિરોધનાં કારણ બિલ રજૂ થઇ શક્યું નહીં. નોંધનીય છે કે, આ પહેલા કોંગ્રેસે પણ આ બિલમાં અનેક પ્રકારની ઉણપ દર્શાવી હતી. ત્યાર બાદ બિલને સંશોધિત કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!