રાજ્યસભામાં રજૂ કરાશે ટ્રિપલ તલાક બિલ

નવી દિલ્હી : મુસ્લિમ સમાજમાં એક સાથે 3 તલાક બોલીને છૂટાછેડા લેવાની પ્રથા ચાલતી આવી છે.  ટ્રિપલ તલાકને ગુનો ગણાવનાર બિલ આજે (મંગળવારે) રાજયસભામાં રજુ કરવામાં આવશે. આ બિલને લોકસભામાં મંજૂરી મળી ગઈ છે.
 આ મામલે કોંગ્રેસ સાથે વાતચીત કરાઈ રહી છે. લેફ્ટ પાર્ટીઓની માંગ છે કે આ બિલ સિલેકટ કમિટીને મોકલવામાં આવે. જેમાં સેકયુલર મોર્ચા તરફ આ મામલાને લઈને કોંગ્રેસ પર દબાવ વધારી શકે છે. સૂત્રોના કહેવા પ્રમાણે કોંગ્રેસ પાર્ટીમાં એ વાતની ચર્ચા છે કે કોંગ્રેસ પોતાની વિચારધારાવાળી પાર્ટીઓથી દૂર રહી છે. સીપીએમના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરીએ કહ્યું હતું કે, ‘અમે એક સાથે ત્રણ તલાકની વિરુદ્ઘમાં છીએ અને ઈચ્છીએ છીએ કે તેનો ખાતમો થવો જોઈએ. પણ મુસ્લિમ સમાજમાં લગ્ન એક પોતાનો કરાર છે અને નવા બિલમાં તેને ગુનો માનવામાં આવ્યો છે, જે સંપૂર્ણ રીતે ખોટું છે. ભાજપ રાજકીય ફાયદો ઉઠાવવા માટે ઉતાવળમાં આ બિલને લઈને આવી છે. ભાજપ તેના માટે સામ્રદાયિક ધ્રુવીકરણ કરવા ઈચ્છે છે.

હાલ રાજ્યસભામાં એનડીએ અને કોંગ્રેસ બંને પાસે 57-57 સીટ છે. સરકાર સામે મુશ્કેલી એ છે કે, બીજૂ જનતા દળ અને  એઆઈએડીએમકે જેવી પાર્ટીઓ આ સદનમાં મોદી સરકારને મદદ કરતી હોય છે પરંતુ તે પણ ટ્રિપલ તલાક બિલનો વિરોધ કરી રહી છે.  આ સંજોગોમાં આ બિલ જો સ્ટેન્ડિંગકમિટી પાસે મોકલવામાં આવે છે તો તેનો અર્થ એવો થશે કે સરકાર તેને શિયાળુ સત્રમાં પાસ કરાવી શકશે નહીં. આ સેશન આ સપ્તાહના અંતમાં પુરૂ થઈ જવાનું છે. આ બિલ કાયદો બને તે માટે તેનું બંને સંસદમાં પાસ થવું જરૂરી છે.

error: Content is protected !!