ટ્રિપલ તલાક બિલને લોકસભામાં રજુ કરાયું, ઓવૈશીએ નોંધાવ્યો વિરોધ

નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્રમાં સદનમાં આજે (ગુરુવારે) કેન્દ્ર  સરકાર દ્વારા ટ્રિપલ તલાકને અપરાધિક જાહેર કરવામાં આવેલા બીલને રજુ કરવામાં આવ્યું હતું. બિલનું નામ ‘ધ મુસ્લિમ વીમેન પ્રૉટેક્શન ઓફ રાઈટ્સ ઈન મેરિએજ એક્ટ’ છે.  ઈંટર-મિનિસ્ટિરિયલ ગ્રૂપે આ બિલને કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં તૈયાર કર્યું છે. તેના અંતર્ગત ‘તલાક-એ-બિદ્દત’ને ગેરકાયદેસર ગણાવવામાં આવ્યું છે. બિલ અનુંસાર બોલીને, ઈમેલથી, એસએમએસથી કે વોટ્સએપથી આપવામાં આવેલા તલાકને ગેરકાયદેસર ગણવામાં આવશે. યૂનિયન કેબીનેટે પણ આ બિલના હેતુને મંજૂરી આપી દીધી છે.

એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈશીએ બિલને મુસ્લિમ મહિલા વિરોધી ગણાવ્યું હતું. તો બીજુ જનતા દળ (બીજેડી) અને આરજેડીએ પણ બિલની અનેક ખામીઓ ગણાવીને આડકતરો વિરોધ નોંધાવ્યો હતો.

કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં આજે બપોરે 12:50 વાગ્યે ટ્રિપલ તલાક બિલ રજુ કર્યું હતું. બિલ રજુ કરતાની સાથે ભારે હંગામો શરૂ થઈ ગયો હતો. ઓવૈશીએ બિલને લઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. ઓવૈશીએ ટ્રિપલ તલાક બિલને મુસ્લિમ મહિલાઓના મૂળભૂત અધિકારોનું હનન કરનારું ગણાવ્યું હતું. ઉપરાંત બીજુ જનતા દળ (બીજેડી) અને આરજેડીએ પણ બિલની ખામીઓ ગણાવી હતી અને વિરોધ નોંધાવ્યો હતો.

જેનો જવાબ આપતા કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે બિલને ઐતિહાસીક બિલ ગણાવ્યું હતું. રવિશંકરે જણાવ્યું હતું કે, આ બિલ કોઈ ધર્મને લઈને નથી, પરંતુ નારી સમ્માન, નારી અધિકાર અને નારી ગરિમાનું બિલ છે. કાયદામંત્રીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે ટ્રિપલ તલાકને પાપ ગણાવ્યું હતું. તેમ છતાં પણ ટ્રિપલ તલાક આપવાનું યથાવત હતું. રવિશંકરે વિરોધી પક્ષોના આરોપોને ફગાવતા કહ્યું હતું કે, ટ્રિપલ તલાક બંધારણને અંતર્ગત છે.

error: Content is protected !!