બનાસકાંઠા: સરકારી ઘાસ ભરીને જતા ટ્રકમાં લાગી આગ, લાખોનું નુકસાન

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં દિયોદરના ભેસાણા ગામે સરકારી ઘાસ ભરીને જતા  ટ્રકમાં આગ લાગતા લાગી   ગાડીમાં રહેલું ઘાસ તેમજ ટ્રક સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગયું હતું. રસ્તા પરથી પસાર થતી ટ્રકમાં ઉપરના ભાગે ઘાસ સાથે  વાયર અડકતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

માહિતી મુજબ, આ ઘાસ ગૌશાળામાં લઇ જવામાં આવી રહ્યું હતું. તે દરમિયાન ઘાસમાં અચાનક આગ લાગતા સ્થાનિકો દોડી આવ્યાં હતાં અને ટ્રકની ઉપર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે, આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જે બાદ ઘટના સ્થળે પહોંચેલી    ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. જોકે, ત્યાં સુધીમાં ટ્રક સંપૂર્ણપણે બળીને ખાક થઇ ગયો હતો. આ ઘટનામાં ટ્રકના માલિકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

error: Content is protected !!