શલગમ કોબીનું અથાણું

સામગ્રી :

શલગમ : દોઢ કિલો
ફૂલકોબી : ૧ કિલો
મીઠું : ૫૦૦ ગ્રામ
લસણ : ૧૨૫ ગ્રામ
આદું : ૧૨૫ ગ્રામ
રાઇ કુરિયાં : ૧૨૫ ગ્રામ
લાલ મરચું : ૫૦ ગ્રામ
સરકો : ૨૦૦ મિલી
ગોળ : ૩૦૦ ગ્રામ
તેલ : ૨૫૦ મિલી
ગરમ મસાલો : ૫૦ ગ્રામ

બનાવવાની રીત :

સારાં તાજાં એવાં શલગમ પસંદ કરો. ફૂલકોબીના નાના ટુકડા કરો. ઊકળતા પાણીમાં ૧ મિનિટ પલાળી રાખો. પછી તેને કોરાં પાડો. એક રાત માટે સૂકાં રહેવા દો. આદું, લસણને અલગ પીસી લો. તેલ ગરમ કરીને તેને ધીમા તાપે ઉકાળીને ઉતારી લો. લસણને સાંતળી લો. આદું સાથે મરચાં નાંખીને ઉતારીને લો. તેમાં ગરમ મસાલો, રાઇ, મીઠું ભેળવી દો. અંતે બધું શાક તેલ, તળેલાં આદું , લસણ અને લાલ મરચાં ભેળવી દો. તેને બરણીમાં ભરીને ૧૦-૧૨ દિવસ સુધી તડકે રાખો.

error: Content is protected !!