ટ્વીટર પર ટ્વીટ માટે અપાતી અક્ષરોની મર્યાદામાં કરાયો વધારો

ન્યુયોર્ક, દેશગુજરાત: ટ્વીટર પોતાના વપરાશકર્તાઓને ટ્વીટ માટે અપાતી 140 અક્ષરોની મર્યાદાને દૂર કરી હવે આ મર્યાદા 280 અક્ષરોની નક્કી કરવામાં આવી છે. જોકે, ચીની, જાપાની અને કોરિયાઈ ભાષા લખનારા લોકો માટે અક્ષરોની સીમા હાલ પણ 140 જ રહેશે. કારણ કે, એવું કહેવાય છે કે આ ભાષામાં લખવા માટે ખુબ જ ઓછા અક્ષરોની જરૂર પડે છે. ઉલ્લેખનીય છે કે, ટ્વીટ સંબંધિત આ બાબત સપ્ટેમ્બરમાં જ સામે આવી હતી.

ટ્વીટરના મુખ્ય કાર્યકારી જૈક ડોરસેએ કહ્યું હતું કે, 280 અક્ષરોનું પ્રથમ ટ્વીટ કેવું હશે. તેઓએ કહ્યું કે, આ એક નાનો ફેરફાર છે પરંતુ અમારા માટે એક મોટું પગલું છે. 140 અક્ષરોની મર્યાદાને અમે પોતાની ઈચ્છાથી નક્કી કરી હતી. અમને ગર્વ છે કે, અમારી પાસે એવી વિચારકોન ટીમ છે જે ટ્વીટ કરવાનો પ્રયાસ કરવામાં થતી વાસ્તવિક સમસ્યાને ઉકેલવા માટે કામ કરે છે.

અગાઉ આ ફેરફારો માત્ર એક નાના જૂથ માટે ઉપલબ્ધ હતા, પરંતુ હવે બધા વપરાશકર્તાઓ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે.

error: Content is protected !!