લવ જેહાદ: સુરતમાં છેડતીની બે ઘટના નોંધાઈ, નરાધમની ધરપકડ

સુરત, દેશગુજરાત: સુરતના ઉધના અને લીંબાયત વિસ્તારમાં રહેતી બે યુવતીઓએ રોમીયોગીરી કરતા યુવાનો સામે છેડતીની ફરિયાદ નોંધાવી છે.

ઉધના વિસ્તારના એમ.જી. રોડ નબર 6 પર રહેતો વીસ વર્ષીય રોમિયો આસિફ એનેરસુલ સૈયદ આ જ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય યુવતીની પાછળ પડી ગયો હતો અને દરરોજ તેનો પીછો કરતો હતો. આસિફ તે યુવતીને કહતો કે, હું હેન્ડસમ નથી, પણ જો તું કહેતી હોય તો તારા માટે જેન્ટલમેન બની જાઉં. આ અંગે યુવતીએ ઉધના પોલીસને ફરિયાદ કરી હતી. ઉધના પોલીસે રોમિયો આસિફની ધરપકડ કરી તેની સાથે ફરતા અન્ય બે યુવાન સામે પણ ગુનો નોંધ્યો હતો.

બીજી બાજુ લીમ્બાયતમાં રહેતી 20 વર્ષીય પરિણીતાને તેના જ પડોશમાં રહેતા સાબિર શબ્બીર સૈયદ દ્વારા હેરાનગતિ કરવામાં આવતી હતી. સાબિર ગુરુવારે બપોરે યુવતી ઘરમાં એકલી હોવાથી તેનો લાભ ઉઠાવી ઘરમાં ઘુસી ગયો હતો અને યુવતીને બાથમાં ભીડી લીધી હતી. પોતાની ઈજ્જત બચાવવા આ યુવતી બાજુના રૂમમાં દોડી ગઈ હતી. આ પછી સાબિરે યુવતીને ધમકી પણ આપી હતી. આ અંગે યુવતીએ લીંબાયત પોલીસને ફરિયાદ કરતા પોલીસે આ નરાધમ યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

error: Content is protected !!