જામનગર: વકીલ કિરીટ જોશી હત્યા કેસમાં 2 કોન્ટ્રાક્ટ કિલરની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મુંબઈથી કરી ધરપકડ

જામનગરઃ જામનગરમાં 28 એપ્રિલે સાંજના સમયે શહેરના જાણીતા વકિલ કિરીટ જોશીની જાહેરમાં જ  હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં  અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મુંબઈથી 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે કોન્ટ્રાક્ટ કિલર હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીએ હત્યા કરી હોવા અંગે કબૂલાત આપી હતી. આ કેસમાં હજુ વધુ આરોપીઓની ધરપકડ કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે.

ક્રાઇમ બ્રાંચની જેસીપી જે.કે.ભટ્ટે કહ્યું કે, “4 આરોપીઓની ઓળખ થઈ ગઈ છે. મુખ્ય આરોપી જયેશ પટેલ છે. આ એક કોન્ટ્રાક્ટ કિલિંગ હતું. હત્યા માટે પહેલા 80 થી 90 હજાર ચૂકવવામાં આવ્યા હતા. હત્યા કરવા માટે 50 લાખની સોપારી આપનાર જયેશ પટેલ સામે અગાઉ 27 ગુના નોંધાયેલા છે. જયેશ પટેલના જમીન કૌભાંડ કેસમાં તેની વિરુદ્ધમાં વકીલ તરીકે કિરીટ જોષી હતા. જે બાબતની અદાવતને કારણે તેમની હત્યા કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.”

કિરીટ જોશીની હત્યાના લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા.

error: Content is protected !!