1 કરોડની કિંમતના ચરસ સાથે અમદાવાદ એરપોર્ટ પરથી 2 શખ્સોની ધરપકડ

અમદાવાદ, દેશગુજરાત: નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ અમદાવાદ એરપોર્ટ ઉપરથી સોમવારે રૂા. 1 કરોડના ચરસ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. અંદાજે 1 કરોડની કિંમતનું 10 કિલો જેટલું ચરસ લઈને આ આરોપીઓ કાશ્મીરથી અમદાવાદ આવ્યા હતા. કાશ્મીરથી ચરસનો જથ્થો લઈને આવેલા શખ્સોની પ્રાથમિક તપાસ બાદ તેની પાસસે રહેલું ચરસ કાશ્મીરી હોવાનું સામે આવ્યું હતું.  આ આરોપી શ્રીનગરથી ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં ચરસ સાથે અમદાવાદ પહોંચ્યા હતા.

error: Content is protected !!