ઉજ્જૈન: મહાકાલ મંદિરમાં થશે માત્ર ‘આરઓ’ પાણીનો જ જલાભિષેક, શિવલિંગની જાળવણીને લઈને સુપ્રીમ કોર્ટનો નિર્ણય

ઉજ્જૈન: મધ્યપ્રદેશની ધાર્મિક નગરી ઉજ્જૈન સ્થિત ૧ર જયોતિર્લીંગમાંથી એક એવા મહાકાલ મંદિરમાં અભિષેકને લઇને દાખલ થયેલી એક અરજી પર શુક્રવારે સુપ્રિમ કોર્ટે મંદિર કમીટીના પક્ષમાં ફેંસલો સંભળાવ્યો છે. કોર્ટે જણાવ્યુ છે કે, એક શ્રધ્ધાળુ હવે અડધો લીટર જળનો જ અભિષેક કરી શકશે એટલુ જ નહી એક શ્રધ્ધાળુ સવા લીટર પંચામૃત ચડાવી શકશે. આરતી બાદ શિવલીંગને સુતરના કપડાથી ઢાકવાનો આદેશ પણ કોર્ટે આપ્યો છે. આ આદેશ પર કોઇપણને વાંધો હોય તો તેને રજુ કરવા ૧પ દિવસનો સમય પણ આપ્યો છે.

મહાકાલ શિવલીંગ પર અભિષેકથી તેનો આકાર નાનો થવાને લઇને દાખલ થયેલી અરજી પર સુપ્રિમ કોર્ટે શુક્રવારે ફેંસલો સંભળાવ્યો છે અને કહ્યુ છે કે મહાકાલ પર આરઓ પાણીથી જ અભિષેક થઇ શકશે. આ બાબતને લઇને કોર્ટના આદેશથી બનેલી નિષ્ણાંતોની સમિતિ જયોતિર્લીંંગની તપાસ કરી ચુકી છે. કોર્ટ તરફથી બનાવવામાં આવેલી કમીટીએ જણાવ્યુ હતુ કે, પુજા દરમિયાન મહાકાલને ચડાવાતી કેટલીક ચીજોથી શિવલીંગને નુકસાન થઇ રહ્યુ છે. કમીટીની ભલામણો બાદ કોર્ટે આ ફેંસલો આપ્યો છે.

નોંધનીય છે કે, મહાકાલની પુજા માટે સવારે પંચામૃતથી અભિષેક થાય છે પછી જલાભિષેક અને ભસ્મ આરતી, રાત સુધીમાં ચાર વખત અભિષેક થાય છે. શ્રધ્ધાળુ અનેક વખત પંચામૃત ચડાવે છે. ભાંગથી પણ શૃંગાર થાય છે.

કમીટીએ જે ભલામણ કરી છે તેમાં મુખ્યત્વે પુજારી ઉપરાંત બાકી લોકોને ગર્ભ ગૃહમાં ન જવા દેવા અને આવુ ન કરી શકાય તો લોકોની સંખ્યા સીમિત કરવા પણ જણાવ્યુ છે. આખો દિવસ જયોતિર્લીંગ પર જળ ચડાવવાથી નુકસાન પહોંચી શકે છે અને તે સીમિત કરવામાં આવે. દુધ અને દુધથી બનેલી ચીજો, ઘી અને મધનો માત્ર પ્રતિકાત્મક ઉપયોગ થાય. શિવલીંગ પર ગોળ, ખાંડ જેવી ચીજોનો લેપ લગાવવામાં ન આવે. પુરાતત્વ વિભાગની ટીમે પણ કહ્યુ હતુ કે, દુષિત પાણીને કારણે શિવલીંગ ઘસાઇ રહ્યુ છે. હવે ટુંક સમયમાં મંદિરમાં નવો આરઓ પ્લાન્ટ નંખાશે. શ્રધ્ધાળુ તેમાંથી જળ લઇને શિવલીંગ પર ચડાવી શકશે.

error: Content is protected !!