ઉમા ભારતી અને વસુંધરારાજે સિંધિયા ગુરુવારે ‘ગુજરાત ગૌરવ યાત્રા’માં જોડાશે

ગાંધીનગર: ગુરુવાર ૧૨, ઓક્ટોબરે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના ડાંગ, નવસારી અને વલસાડ જીલ્લામાં તથા નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં ઉત્તર ઝોનના બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં ગુજરાતના ગૌરવને વધાવશે તેમજ પ્રજાજનોનું અભિવાદન ઝીલશે.

વાઘાણીના નેતૃત્વમાં દક્ષિણ ઝોનના ડાંગ, નવસારી અને વલસાડ જીલ્લામાં ૬ વિધાનસભા ક્ષેત્રોમાં ૨૦૨ કિલોમીટરનો પ્રવાસ કરશે તેમજ આહવા, ધરમપુર, નાનાપોંઢા, ઉમરગામ અને વાપી ખાતે જાહેરસભા યોજાશે. વઘઇ અને આંબાતલાટ ખાતે સ્વાગતસભા તથા ગૌરવ યાત્રાનું ૪ સ્થાનો પર પ્રજાજનો દ્વારા આવકાર – સ્વાગત થશે અને ગૌરવ યાત્રા પ્રજાજનોનું અભિવાદન ઝીલશે.

કેન્દ્રીય મંત્રી ઉમા ભારતી દિયોદર, થરાદ, વાવ અને રાધનપુરમાં અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરારાજે સિંધિયા થરાદ અને વાવમાં ગુરુવારે ઉત્તર ઝોનની યાત્રામાં જોડાશે અને જાહેરસભાને સંબોધશે.  નીતીનભાઇ પટેલના નેતૃત્વમાં ‘ગુજરાત ગૌરવ યાત્રા’ ઉત્તર ગુજરાત ઝોનમાં બનાસકાંઠા અને પાટણ જીલ્લામાં ૫ વિધાનસભા ક્ષેત્રોમાં ૧૯૫ કિલોમીટરનો પ્રવાસ કરશે, તેમજ દિયોદર, થરાદ, ભાભર અને રાધનપુર ખાતે જાહેરસભા યોજાશે તથા ગૌરવ યાત્રાનું ૯ સ્થાનો પર સ્વાગત થશે.

error: Content is protected !!