કોંગ્રેસના હારેલા ઉમેદવાર દ્વારા ઉમરખાડીના સરપંચને માર મરાયો હોવાની ફરિયાદ સાથે મામલતદારને અપાયું આવેદન

સુરત:  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી રહ્યા બાદ હાલ પણ રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. બીજી તરફ સુરતના ઉમરપાડા તાલુકાનાં માંગરોળ તાલુકાનાં સરપંચ એસોસિયેસન દ્વારા મામલતદારને એક આવેદન પત્ર આપવામાં આવ્યુ છે. આ આવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોંગ્રેસના હારેલા ઉમેદવારે સરપંચ ને માર માર્યો છે. જોકે, હારેલા ઉમેદવારે સમગ્ર ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે.

ઉમરખાડી ગામે મરણ પ્રસંગ દરમિયાન કોંગ્રેસનાં હારેલા ઉમેદવાર નાનસિંહ વસાવા તેમજ ઉમરખાડીના સરપંચ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં હારેલા ઉમેદવારે સરપંચને માર માર્યો હોવાનાં આક્ષેપ થયા હતા, જેને લઇ ગુરુવારે માંગરોળ તેમજ ઉમરપાડા ભાજપનાં સરપંચે ભેગા થઇ માંગરોળ તેમજ ઉમરપાડા મામલતદારને આવેદન આપી હારેલા ઉમેદવાર વસાવા વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવીહતી.

error: Content is protected !!