વડાપ્રધાનના ‘‘સંકલ્પ સે સિધ્ધિ’’ અંતર્ગત નાગરિકો પોતાના વિચારો – સૂચનો મોકલી આપે

ગાંધીનગર, દેશગુજરાત: વડાપ્રધાનના ‘‘ સંકલ્પ સે સિધ્ધિ ’’ (ન્યુ ઇન્ડીયા- મંથન) અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિવિધ સેકટર/વિભાગ બાબતે આગામી ૫ વર્ષ (૨૦૧૭-૨૦૨૨) માં સંકલ્પ લઇ સિધ્ધિઓ હાંસલ કરવાની થાય છે તો આ બાબતે નાગરિકો પોતાના વિચારો – સુચનો કલેકટર કચેરી, અમદાવાદના જનસેવા કેન્દ્રના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૨૧ ૦૦૭૯ અથવા e-mail
newindia4ahmedabad@gmail.com અથવા ટવીટર www.twitter.com/collectorahd પર તા. ૧૪
ઓગષ્ટ, ૨૦૧૭ના રોજ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં જણાવી શકશે.

“સંકલ્પ સે સિધ્ધિ”(ન્યુ ઇન્ડીયા- મંથન) અંગેની જાણકારી newindia.in website પરથી મળી રહેશે. આ સેવાનો લાભ વધુમાં વધુ લોકો લે તેવી અપેક્ષા છે તેમ જિલ્લા કલેક્ટર, અમદાવાદની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!