સારસના સંરક્ષણ-સંવર્ધન માટે અમદાવાદના ખેડૂતોને સમજણ અપાઇ

ગાંધીનગર: સારસ સંરક્ષણ માટે અમદાવાદ જિલ્લાના ધોળકા, બાવળા, સાણંદ અને અન્ય તાલુકાઓના ખેડૂતોને અને આગેવાનોને વિશેષ સમજણ આપવામાં આવી છે. ઓદ્યોગિકરણ અને અન્ય રીતે સારસ પંખીની વસતીને સંરક્ષણની જરૂર છે. સારસના સંરક્ષણમાં અને સંવર્ધનમાં ખેડૂતો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ગીર ફાઉન્ડેશન, ગાંધીનગર ખાતે નિવૃત મુખ્યવન સંરક્ષક ઉદય વોરા, ગીર ફાઉન્ડેશનના નિયામક આર.ડી.કંબોજ અને સારસ પંખીના નિષ્ણાતો કંદર્પ કાત્જુ, ડૉ. કેતન ટાટુ અને દેશળ પગીએ ખેડૂતો અને આગેવાનોને સારસની વસતીને ઓછામાં ઓછી ક્ષતિ કઇ રીતે પહોંચે તેની સમજણ આપી હતી.

ગીર ફાઉન્ડેશન ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત સારસ સંરક્ષણ સેમિનારનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં
સારસ સંરક્ષણ માટે કાર્યરત નિષ્ણાતો, અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ સારસની હાલની પરિસ્થિતિ વિષે વિસ્તૃત છણાવટ કરી હતી. આજના સમયે સારસના સંરક્ષણની તાતી જરૂરિયાત છે એવો નિષ્ણાતોએ મત વ્યક્ત કર્યો હતો. સારસ પંખી એક વિસ્તારમાંથી અન્ય વિસ્તારોમાં શા કારણથી સ્થળાંતર કરે છે અને સારસને ઓછામાં ઓછી ક્ષતિ કેમ પહોંચે તે અંગેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ખેડૂતોને પણ સારસના સંરક્ષણ માટે કટિબદ્ધ થવા અપીલ કરવામાં આવી હતી.

error: Content is protected !!