સુરતમાં ધાર્મિક સ્થળે સૌર ઉર્જાના ઉપયોગની અનોખી પહેલ, 50 કિલોવોટની સોલાર પેનલથી દૈનિક 190 કિલો વોટ વિજળી ઉત્પન્ન થશે

સુરત : સુરત શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા શ્રીનાથ નિરંજનબાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટ સંચાલિત મંદિરની અગાસી પર ૫૦ કિલોવોટની ક્ષમતા ધરાવતી સોલાર રૂફ ટોપ પેનલ લગાવી સૌર ઉર્જાના ઉપયોગની પહેલરૂપ પ્લાન્ટને આજ (શુક્રવાર) ઉર્જામંત્રી સૌરભ પટેલે ખુલ્લો મૂક્યો હતો. મંદિર જેવી ધાર્મિક સંસ્થા પર સૌર ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરવા બદલ તેમણે શ્રીનાથ નિરંજનબાબા બદ્રિકાશ્રમ ટ્રસ્ટને બિરદાવ્યું હતું.

મંદિરમાં રૂ.૨.૫૦ લાખના ખર્ચે લગાવાયેલી ૫૦ કિલોવોટની ક્ષમતાની સોલાર પેનલથી દૈનિક ૧૯૦ કિલો વોટ વિજળી ઉત્પન્ન થશે. જ્યારે વાર્ષિક ૬૯,૦૦૦ કિલો વોટ વિજળી મળશે. જેશ્રીનાથી ૧૦૬૨ ટન કાર્બનનું ઉત્સર્જન થતું અટકશે. ઉપરાંત ૧૦૦૦ જેટલા વૃક્ષો કપાતા બચી જશે.

ઉર્જામંત્રીએ કહ્યું કે, સૌર ઉર્જાનો બહોળો ઉપયોગ કરવો એ સમયની માંગ છે. રાજ્ય સરકાર પણ ખેડૂતોની વિજળી અને પાણીની મૂળભૂત જરૂરિયાતો સંતોષવા પ્રતિબદ્ધ છે એમ જણાવી સૂર્ય શક્તિ કિસાન યોજના વિષે વિસ્તૃત વિગતો જણાવી હતી. આ યોજના થકી ખેડૂત વીજળીનું ઉત્પાદન કરી, સિંચાઈ માટે વીજળીનો ઉપયોગ તો કરશે જ, સાથોસાથ બચેલી વિજળી રાજ્ય સરકારને વેચીને આર્થિક રીતે સમૃદ્ધ પણ બનશે. વિજળીનું ઉત્પાદન પોતાના ખેતરમાં કરી સિંચાઈની સાથે ખેડૂતો વધારાની વિજળી વીજ નિગમ ને વેચી સારૂ એવું આર્થિક ઉપાર્જન કરશે.

મંત્રીએ સમૃદ્વિના નવા દ્વારા ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી આ યોજનાનો લાભ લેવા તેમજ શહેરીજનો રૂફટોપ સોલાર પ્લાન્ટ દ્વારા પોતાની અગાશી સોલાર પેનલ મૂકવાનો પણ સૌને અનુરોધ કર્યો હતો.

error: Content is protected !!