ખેડા જિલ્‍લાના 300થી વધુ ગામડામાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ સાથે એકતા રથયાત્રા પરિભ્રમણ કરશે

નર્મદા: નર્મદા જિલ્લાના કેવડીયામાં વિશ્વ ની સહુથી ઉચી અને વિશાળ સરદાર પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તા.31મી ઓકટોમ્બર,  2018ના રોજ સરદાર જયંતિ પર્વે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે.

સરદાર સાહેબના જીવન અને સંદેશ સાથે લોકોને જોડવા અને સરદાર વિચારઘારાને મજબૂત અને વ્યાપક બનાવવા રાજય સરકારે ઓકટો-નવેમ્બર મહિનામાં બે તબકકામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતા રથ યાત્રાનું આયોજન કર્યું છે. જે રાજયના અંદાજે દસ હજાર ગામોમાં ફરશે અને સરદાર સાહેબના ઉદાત જીવન સંદેશનો પ્રચાર કરશે. રાજયના કુલ ગામોમાંથી વધુ વસતિ ઘરાવતાં ૬૦ ટકા જેટલા ગામોને  રથયાત્રા પરિભ્રમણ હેઠળ આવરી લેવાનું નકકી કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ખેડા જિલ્લાના ૩૧૮ ગામોમાં સ્ટેચ્યું ઓફ યુનિટીની પ્રતિકૃતિ સહિત લેડ સ્કીનથી સુસજજ એકતા રથયાત્રા યોજવાની પૂર્વ તૈયારી કલેકટર આઇ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસને શરૂ કરી દીધી છે.

કલેકટર આઇ.કે.પટેલે રથયાત્રાના પરિભ્રમણ માટે જિલ્લાના તાલુકાવાર ગામોની ઓળખ કરવા અને રૂટ નિર્ધારિત કરવા જેવા કામો શરૂ કરી દેવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપી છે. પ્રત્યેક રથની સાથે એક સાંસ્કૃતિક ટુકડી જોડવામાં આવશે. જે જેતે ગામમાં રથના આગમન પૂર્વે વાતાવરણ નિર્માણનું કામ કરશે.

ખેડા જિલ્લા પ્રશાસન દ્વારા એકતા રથયાત્રાના અસરકારક આયોજનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

error: Content is protected !!