પુણે યુનિવર્સિટીનો હુકમ, શાકાહારી વિદ્યાર્થીઓને જ મળશે સુવર્ણચંદ્રક

નવી દિલ્હી, દેશગુજરાત: મહારાષ્ટ્રના પુણેની એક યુનિવર્સિટીએ આશ્ચર્યજનક નિર્ણય લીધો છે, જે મુજબ માત્ર શાકાહારી અને નશો ન કરનાર વિદ્યાર્થીઓને જ સુવર્ણચંદ્રક આપવામાં આવશે. પૂણેના સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, 10 શરતો નક્કી કરવામાં આવ્યા છે, જે મહર્ષિ કીર્તનકર શેલાર મામા ગોલ્ડ મેડલ(સુવર્ણચંદ્રક) માટે વિદ્યાર્થીની પાત્રતા નક્કી કરશે. સુવર્ણચંદ્રક મેળવવા માટે યુનિવર્સિટી વહીવટીતંત્ર દ્વારા રજૂ કરાયેલી એક શરતોમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, માત્ર શાકાહારી અને નશો ન કરનાર વિદ્યાર્થીઓ જ અરજી કરી શકે છે. વધુમાં, આ પરિપત્રમાં શરત રજુ કરવામાં આવી છે કી,  અરજદારને દસમા, બારમા અને ગ્રેજ્યુએટ અભ્યાસમાં પ્રથમ અથવા બીજો વર્ગ પ્રાપ્ત હોવો જોઈએ.

ઉપરાંત તેમાં એમ પણ લખવામાં આવ્યું કે, મેડલ માટે અરજી કરનાર વિદ્યાર્થીને ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃતિમાં રસ હોવો જોઈએ. આ સાથે જ મેડલ માટે યોગ, પ્રાણાયામ અને ધ્યાનના વિદ્યાર્થીને અગ્રતા આપવામાં આવશે, તેમ પણ જણાવવામાં આવ્યું છે.

આ પરિપત્ર સામે આવ્યાની સાથે જ તેની ટીકા કરવામાં આવી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર આ પરિપત્રને લઈને રોષ વ્યક્ત કરી રહ્યા છે.

એનસીપીના નેતા અને સાંસદ સુપ્રિયા સુલેએ ટ્વિટ કર્યું હતું કે, ‘પુણે યુનિવર્સિટીનો નિર્ણય નિરાશાજનક અને આઘાતજનક છે. આપણા રાજ્યના શિક્ષણ પર ગૌરવ છે. આપણી યુનિવર્સિટીઓનું શું થયું છે? કૃપા કરીને ખોરાકને બદલે શિક્ષણ પર ધ્યાન આપો.’

મીડિયા અહેવાલો અનુસાર, નિર્ણયની ટીકા કરતી વખતે શિવસેનાના યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ પણ એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિએ શું ખાવું જોઈએ કે શું ન ખાવું જોઈએ તે તેનો પોતાનો નિર્ણય હોવો જોઈએ. યુનિવર્સિટીએ માત્ર અભ્યાસ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

error: Content is protected !!