કચ્છમાં કમોસમી વરસાદ, રસ્તા પર ફરી વળ્યા પાણી

કચ્છ : અફઘાનિસ્તાનનાં પૂર્વીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું છે. જેને લઈને હવામાન વિભાગે 10 અને 11 ડિસેમ્બર દરમિયાન માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. આ દરમિયાન આજે (સોમવારે) કચ્છના લખપતમાં કમોસમી વરસાદ પડતા કેટલાક ગામોની બહાર પાણી નીકળી ગયા હતા. આ સાથે જ 12થી 13 ડિસેમ્બર બાદ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડી શરૂ થવાની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

ઉત્તર ભારતમાં હિમ વર્ષા અને ઉત્તર-પૂર્વીય પવનના કારણે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં કેટલાક સ્થળોએ ધુમ્મ્સ તો કેટલાક સ્થળે  હિમવર્ષા થતા ઠંડીનો ચમકારો વધ્યો છે.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, રવિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14.1 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહીત રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. રાજ્યનાં 10 શહેરોમાં ઠંડીનો પારો 16 ડિગ્રીથી નીચે ગગડતાં લોકો કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.

કચ્છના લખપતમા આજ સવારથી જ વરસાદી માહોલ જોવાછવાયો હતો. ત્યારે ભર શિયાળામાં લખપતના કેટલાક ગામોમાં વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. લખપતના સિયોત, મુધાન વિસ્તારમાં કમોસમી ઝાપટા પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

error: Content is protected !!