પ્રચારના છેલ્લા દિવસે રોડ શોની સાથે સભાઓ સંબોધશે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ

ગાંધીનગર: 14 ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે પ્રચારનો આજે (મંગળવારે) છેલ્લો દિવસ છે. ઉત્તર પ્રદેશ (યુપી)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે  કંકેરેજ બેઠકમાં ટોતાણાના દર્શન કરી ઉત્તર અને મધ્ય ગુજરાત 2017 ની ચૂંટણી માટેની છેલ્લા  દિવસની પ્રચાર ઝુંબેશમાં ભાગ લેશે.  સરસપુર (બાપુનગર બેઠક) પર આજે સાંજે 5 વાગ્યે  રોડ શોમાં ભાગ લેશે તેમજ તેઓ આજે થરમાં આવેલા વાળીનાથ મંદિર, બેચરાજી, સોજીત્રા અને ખંભાતની મુલકાત લઇ જાહેરસભા સંબોધશે.

નવી દિલ્હી તા.૧ર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા એક સપ્તાહમાં અનેક ઇલેકશન રેલીઓ યોજીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તસ્વીર બદલાવીને રાખી દીધી છે. તેમણે ગુજરાતમાં રામ મંદિર અને સુપ્રિમ કોર્ટમાં સુન્ની વકફ બોર્ડ તરફથી કપીલ સિબ્બલ દ્વારા અયોધ્યા મામલાની સુનાવણી ટાળવાની માંગણી ઉપર સવાલ ઉઠાવ્યો હતો. આ કડીમાં મતદારોને આકર્ષવા માટે હવે ભાજપે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સંપુર્ણ રીતે મેદાનમાં ઉતારી દીધા છે.

ભાજપે યોગી આદિત્યનાથની યાત્રાનો કાર્યક્રમ બનાવ્યો છે તેમાં 16  રેલીઓ અને 25  કિ.મી.નો રોડ શો છે. મોટી વાત એ છે કે 16  રેલી અને એક રોડ શો યોગી 48 કલાકમાં કરી રહ્યા છે. આ દરમિયાન તેઓ એક હેલીકોપ્ટરમાં બેસીને ત્રણ વખત ઉડાન ભરશે  અને રસ્તા ઉપર 1750 કિ.મી.ની યાત્રા કરી રહ્યા છે. તેમની અંતિમ રેલી અરવલ્લી, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં યોજાઇ રહી છે. આ વિસ્તારો એવા છે કે જયાં પશુપાલનની કૃષિ કરવાવાળા અને આદિવાસીઓની સંખ્યા વધુ છે.

સુત્રોના કહેવા પ્રમાણે, મોદીએ ગુજરાતમાં ભાજપ પ્રચારની 54 રેલીઓ કરી છે. યોગી હવે તેનાથી દુર નથી. યોગીની પોરબંદર અને સુરતથી લઇને આણંદ અને અમદાવાદ સુધી 46 રેલીઓ યોજાઇ ચુકી છે. ચૂંટણી માટે ભાજપે યોગી આદિત્યનાથને સ્ટાર પ્રચારક બનાવ્યા છે આની પાછળનું કારણ એ છે કે તેઓ ગુજરાતના વિસનગરના નાથ સંપ્રદાય સાથે જોડાયેલા છે. ભાજપના સુત્રોનુ કહેવુ છે કે, ગયા વર્ષે વિસનગર સ્થિત મઠના જે મહંત ગુલાબનાથ બન્યા છે તેઓ યોગીના ગુરૂ ભાઇ છે. ગયા વર્ષે છ ડિસેમ્બરે તેમની સંસ્કાર વિધિમાં યોગી હાજર રહ્યા હતા એટલુ જ નહી યોગી વર્ષમાં બે-ત્રણ વખત વિસનગરના મઠમાં આવે છે. ગુજરાતમાં તેમના અનેક અનુયાયીઓ છે. યોગીના કાર્યક્રમમાં સરકારી કર્મચારીઓને મળવાનુ પણ સામેલ હોય છે. યોગીના ભાષણમાં જીએસટી અને નોટબંધી પણ સામેલ હશે. જેમાં તેઓ જણાવશે કે નોટબંધી એ ત્રાસવાદનો ખાત્મો બોલાવ્યો છે.

સુરતમાં પણ યુપી, બિહાર અને મ.પ્રદેશથી આવીને નોકરી કરતા લોકોને આકર્ષવા યોગીએ પ્રયાસ કર્યો હતો.

error: Content is protected !!