ગુજરાતમાં યોગી: રાહુલ જ્યારે ઇટલી પલાયન થઇ જાય છે ત્યારે તેમને અહિંયાની યાદ નથી આવતી

વલસાડ, દેશગુજરાત: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ શુક્રવારે ભાજપની ‘ગૌરવ યાત્રા’માં સામેલ થવા માટે ગુજરાત આવી પહોંચ્યા હતા. વલસાડમાં રેલીને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા. યોગીએ કહ્યું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અહીંયા આવે છે પરંતુ રાહુલ ગાંધી ઇટલી ભાગી જાય છે, ત્યારે તેમને ગુજરાતની યાદ આવતી નથી.

યોગીએ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ પર પ્રહાર કરતા કહ્યું કે, તેમની આદત હતી કે કોઈપણ નિર્ણય લેતા પહેલા ગાંધી-નેહરુ પરિવારની સામે જોતા હતા. જો તેઓ મનાઈ કરી દે તો વડાપ્રધાન મનમોહનસિંહ ચુપ થઇ જતા હતા.

યોગીએ અમેઠીના સાંસદ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી માટે કહ્યું કે, રાહુલ ગાંધી 14 વર્ષમાં આજ સુધી અમેઠીને કલેક્ટર બિલ્ડીંગ નથી આપી શક્યા. તેઓએ કહ્યું કે, જે લોકોએ ત્રણ પેઢી સુધી અમેઠીમાં રાજ કર્યું હોય અને ત્યાં એ કલેક્ટર બ્લડીંગ  પણ આપી શક્યા ન હોય એવા લોકો ગુજરાતમાં શું વિકાસ કરશે? યોગીએ કહ્યું કે, રાહુલ ગાંધી પોતાની પાર્ટીના પ્રચાર જ્યાં પણ ગયા છે ત્યાં કોંગ્રેસની હાર નક્કી છે. તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, 41 વર્ષ સુધી દેશમાં શાસન કરનારી કોંગ્રેસ પાર્ટીએ સરદાર વલ્લભભાઇ પટેલને ભારત રત્ન આપવાનું વિચાર્યું નહોતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આ વખતે 182 વિધાનસભા બેઠકોમાંથી કમ સે કમ 150 બેઠક જીતવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. હકીકતમાં 1985માં માધવ સિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 149 બેઠક જીતી હતી. ભાજપ આ વખતે આ રેકોર્ડને તોડવા માગે છે. તેથી, વિકાસના એજન્ડાની સાથે હિંદુત્વના કાર્ડને પણ ચૂંટણીમાં ઉપયોગમાં લે તેવી શક્યતા છે.

અમદાવાદ, સુરત જેવા મુખ્ય ઔદ્યોગિક શહેરોમાં મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશના લોકો રહે છે. તેથી, બંને રાજ્યોના સંબંધ પણ મજબુત બન્યા છે અને ગુજરાતમાં ઉપસ્થિત આ વોટબેંકને મનાવવાના પ્રયત્નને લઈને યોગી આદિત્યનાથને પ્રચાર માટે ગુજરાતમાં બોલાવવામાં આવ્યા છે.

Related Stories

error: Content is protected !!