ઇઝરાયેલમાં ટ્રાફિક નિયંત્રણ-દરિયાઇ સુરક્ષામાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ, મુખ્યમંત્રી રૂપાણીએ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની માહિતી મેળવી

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના ઇઝરાયેલ પ્રવાસના ત્રીજા દિવસે ઇઝરાયેલમાં ટ્રાફિક નિયંત્રણ સહિતના વિષયોમાં આઇ.ટી. ટેકનોલોજી સોલ્યુશન્સના સફળ પ્રયોગનું પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. ગુજરાતના નિર્ણાયક વિકાસ માટે પ્રતિબદ્ધ રૂપાણીએ ઇઝરાયેલની એલ્બીટના ડેલિગેશન સાથે મુલાકાત યોજી હતી અને એલ્બીટ દ્વારા ઊભરતી આઇટી ટેક્નોલોજિઝ અંગે રજૂ કરાયેલા પ્રેઝન્ટેશનને નિહાળ્યું હતું.

મુખ્યમંત્રીને મળેલા એલ્બીટ ડેલિગેશને ઇઝરાયેલમાં શહેરી ટ્રાફિક નિયમન માટેની એડવાન્સ ટેકનોલોજી તથા ડ્રોનના ઉપયોગ અંગે વિશદ ચર્ચાઓ કરી હતી. ખાસ કરીને દરિયાઇ સુરક્ષાના જોખમો સામે ડ્રોન ટેકનોલોજી દ્વારા હોડી-બોટની ઓળખ વિષયે જાણવામાં ગુજરાતના મુખ્યમંત્રીએ ઊંડો રસ દાખવ્યો હતો. ઇઝરાયેલે અદ્યતન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના માધ્યમથી સીસીટીવી, સાઉન્ડ સેન્સર્સ, ચહેરાની ઓળખ જેવા સ્ટેટ ઓફ ધ આર્ટ સોલ્યુશન્સ વિકસાવ્યા છે.

આ બેઠકમાં એલ્બીટ ડેલિગેશને શહેરોમાં ટ્રાફિક નિયમનની આધુનિક પદ્ધતિઓ, ડ્રોનના ઉપયોગનું તેમજ સમુદ્રી સુરક્ષાના સંદર્ભમાં બોટ્સ પર જોખમ ઘટાડવા માટેની વિશિષ્ટ આઇડેન્ટિફિકેશન ટેકનિક્સનું પણ નિદર્શન કર્યું હતું.

Related Stories

error: Content is protected !!