ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલે લેશે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત

નર્મદા : ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવતીકાલ ર-નવેમ્બર શુક્રવારે સવારે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે ગુજરાતના પ્રવાસે આવશે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની સાથે આ મુલાકાતમાં રાજય સરકારના વરિષ્ઠ અધિકારીઓ સાથે જોડાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી યુ.પી.-સી.એમ.ની વેલી ઓફ ફલાવર્સ, ટેન્ટ સિટી, મ્યૂઝિયમ અને પ્રદર્શની મુલાકાત નિરીક્ષણમાં પણ સાથે રહેવાના છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની આ સૌથી ઊંચી પ્રતિમાનો ગઇકાલે લોકાર્પણ કર્યા બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી દેશના પ્રથમ મુખ્યમંત્રી છે જે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવી રહ્યા છે. તેમની સાથે ઉત્તરપ્રદેશના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓ પણ આ સમગ્ર પરિસરની મુલાકાતમાં જોડાવાના છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનૌ જઇને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે આપેલા નિમંત્રણનો સ્વીકાર કરીને તેઓએ સ્ટેચ્યુ ઓફ યુનીટીની પોતાની આ મુલાકાતનું આયોજન કર્યુ છે.

error: Content is protected !!