યુપીના મંત્રી ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ ક્ષેત્રે બેસ્ટ પ્રેક્ટસીસના અભ્યાસ માટે આવ્યા

ગાંધીનગર, દેશગુજરાત: ઉત્તરપ્રદેશના ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ વિભાગના મંત્રી સતીશ મહાનાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની શુભેચ્છા મૂલાકાત લીધી હતી.

ઉત્તરપ્રદેશના મંત્રી સાથે તેમના વિભાગના અગ્રસચિવ આલોકસિંહા પણ આ મૂલાકાતમાં જોડાયા હતા. ગુજરાતે મેન્યૂફેકચરીંગ હબ તરીકેની જે સિદ્ધિ મેળવી છે તેમજ ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ઇન્ડસ્ટ્રીયલ ફ્રેન્ડલી પોલિસીઝ અને પ્રો-એકટીવ અભિગમ, બેસ્ટ  પ્રેકટીસીસના નિરીક્ષણ-અભ્યાસ માટે મહાના ગુજરાતની મુલાકાતે છે.

તેમણે ગુજરાત સરકાર સાથે આ વિષયે પરસ્પર આદાન-પ્રદાનની પણ ઉત્સુકતા દર્શાવી હતી. મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ઇન્ડસ્ટ્રીઝ કમિશનર વગેરે પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!