રૂ.4.5 કરોડના ખર્ચે વઢવાણા સિંચાઈ તળાવનું બર્ડ સેન્ચ્યુરી તરીકે નવીનીકરણ કરાશે

ડભોઇ, દેશગુજરાત: ડભોઇ તાલુકાના વઢવાણા ગામમાં આવેલ વઢવાણા સિંચાઈ તળાવને વઢવાણા  બર્ડ સેન્ચ્યુરી તરીકે વિકસાવવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. આ અનુસંધાને શુક્રવારે વઢવાણામાંમાં ભૂમિ પૂજન અને ખાતમુર્હુતની વિધિ કરવામાં આવી હતી.

100 વર્ષ અગાઉ ગાયકવાડી શાસનકાળ સમયે બનાવવામાં આવેલા વઢવાણા સિંચાઈ તળાવમાં છેલ્લા 25 વર્ષથી દેશ-વિદેશના પક્ષીઓ શિયાળામાં આશરો લે છે. દરવર્ષે શિયાળામાં આ તળાવ પર હજારો પક્ષી પ્રેમીઓ અવનવા પક્ષીઓ નિહાળવા અને પક્ષીઓના વિવિધ અવાજ સાંભળવા માટે ઉમટી પડતા હોય છે. સુંદર તળાવ અને પક્ષીઓનું ધામ વઢવાણા સિંચાઈ તળાવને વઢવાણા બોર્ડ સેન્ચુરી બનાવવા સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રૂ.4.5 કરોડના ખર્ચે તળાવનું નવીનીકરણ કરવામાં આવશે.

આ વિકાસ કાર્યોનું ભૂમિપૂજન તેમજ ખાતમુર્હુત વિધિ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલના હસ્તે શુક્રવારે યોજાઈ હતી.

error: Content is protected !!