મુંબઈ: નાલાસોપારા રેલવે ટ્રેક પર ફસાઈ વડોદરા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન, મુસાફરોના બચાવ કાર્યમાં એનડીઆરએફ અને કોસ્ટગાર્ડની મદદ લેવાઈ

મુંબઈ: મુંબઈમાં છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન આજે (મંગળવાર) રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાને કારણે મુસાફરોથી ભરેલી વડોદરા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ ટ્રેન પણ ફસાઈ ગઈ છે. રેલવે વિભાગે આપેલી માહિતી મુજબ, 12928 નંબરની વડોદરા એક્સપ્રેસ ટ્રેન નાલાસોપારા અને વિરાર વચ્ચે ફસાઈ ગઈ છે. મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવા માટે તાત્કાલિક ધોરણે એનડીઆરએફ અને કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી.

ઉલ્લેખનિય છે કે, નાલાસોપારામાં ટ્રેનના ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા મુંબઈ આવતી દરેક ટ્રેન સમય કરતા મોડી પડી રહી છે. મુંબઈ રેલવે દ્વારા  મુંબઈ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. આ સાથે જ 20 ટ્રેનનું અંતર ઓછું કરી દેવામાં આવ્યું છે. 12951 નંબરની મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવા સમય મુજવ મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ ટ્રેન હવે રાતે 8:00 વાગ્યે ચાલશે. મુંબઈથી અન્ય રાજ્યોમાં જતી ટ્રેન પણ ડાઈવર્ટ કરવામાં આવી છે.

error: Content is protected !!