વડોદરા મહાનગરપાલિકાની હદમાં ૧૭.૪૫૮ ચો.કિમી. વિસ્તારનો વધારો થશે

વડોદરા: વડોદરા શહેરના આઉટ ગ્રોથ વિસ્તારોને વડોદરા મહાનગરપાલિકાની હદમાં સમાવિષ્ટ કરવાનો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નિર્ણય કર્યો છે.

આ નિર્ણય અનુસાર ગોરવા, સમા, હરણી, બાપોદ, તરસાલી અને કલાલી ગામોના બાકી રહેલા વિસ્તારોનો વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે.

આ વિસ્તારો મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ન હોવાને કારણે તેમજ ગ્રામ પંચાયતનું અસ્તિત્વ ન રહેતા નાગરિકોને સુખાકારી સુવિધા પુરી પાડવામાં પડતી મુશ્કેલીઓના નિવારણ માટે શ્રી વિજયભાઈ રૂપાણીને મળેલી રજૂઆતો પ્રત્યે સંવેદના દાખવી મુખ્યમંત્રીશ્રી એ આ નિર્ણય કર્યો છે.
હવે વડોદરા મહાનગર પાલિકાની હદ માં ૧૭.૦૪૫૮ ચો.કી મી નો વધારો થશે.

આ સમાવિષ્ટ વિસ્તારોમાં ગોરવા પંચવટીથી ઉડેરા ગામ સુધીનો ૦.૮૪૨ ચો.કિમી. (ગંગનગર, અજયનગર, જલારામનગર, ઇન્દિરાનગર), હરણી બાયબપાસ પછીનો ૯.૦૯૬ ચો.કિમી. (દરજીપુરા, જીવરાજનગર), સમાકેનાલ પછીનો ૧.૫૭૬ ચો.કિમી. (કેનાલ બહારની વસાહતો) તરસાલી નેશનલ હાઇવે નંબર ૮ પછીનો ૨.૬૪૪ ચો.કિમી. બાપોદ, નેશનલ હાઇવે નં. ૮ની પૂર્વ તરફનો ૦૭૦૦ ચો.કિમી. (નેશનલ હાઇવે નં. ૮ પછીનો પૂર્વ વિસ્તાર) તેમજ કલાલી કેનાલ પછીનો ૨.૫૭ ચો.કિમી.(કેનાલ પછીનો વિસ્તાર) મળીને કુલ ૧૭.૪૫૮ ચો.કિમી. વિસ્તારનો સમાવેશ થાય છે.

error: Content is protected !!