કેપેસિટી કરતા વધુ વિદ્યાર્થીઓ ભરી જતી 40 સ્કૂલવાનને વડોદરા આરટીઓએ કરી ડીટેઈન

વડોદરા: વડોદરા આરટીઓ દ્વારા શહેરમાં દોડતી સ્કૂલવર્ધીની વાન ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આડેધડ નિયમોનું ઉલ્લંઘન કરતી સ્કૂલવાન પર આરટીઓની તવાઈ આવતા વાન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ગુરુવારે વહેલી સવારથી વડોદરા આરટીઓ દ્વારા સ્કૂલ વર્ધીના વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 40થી વધુ સ્કૂલવાન સામે કાયદેસરની કાર્યવાહી કરી અને દંડ વસુલાત માટે વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા.
આરટીઓના નિયમો અનુસાર નિયત સંખ્યામાં જ વિદ્યાર્થીઓને સ્કૂલવાનમાં બેસાડી શકાય છે પરંતુ વધુ નફો મેળવવાની લ્હાયમાં કેપેસિટી કરતા વધારે વિદ્યાર્થીઓને વાનમાં ભરવામાં આવે છે. સાથે સાથે આરટીઓમાં નિયત પાર્સિંગ પણ કરવામાં આવતું નથી. જ્યારે વાનમાં ફાયર સેફટીની પણ સુવિધાઓ હોતી નથી. આવી અનેક બાબતોને નોંધમાં લઈને વડોદરા આરટીઓ દ્વારા ખાસ ડ્રાઈવ અંતર્ગત 40થી વધુ સ્કૂલવાનને એકસાથે ડિટેઇન કરી અને શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, વહેલી સવારે જ સ્કુલવાનને ડીટેઈન કરવામાં આવતા બપોરે શાળામાંથી પરત ફરતા વિદ્યાર્થીઓને ઘરે પહોંચવામાં મુશ્કેલી સર્જાઈ હતી. વાલીઓએ પોતાના કામ છોડીએ બાળકોને સ્કુલે લેવા આવવાની ફરજ પડી હતી.

error: Content is protected !!