દક્ષિણ ગુજરાત માટે આગામી 48 કલાક ભારે, હવામાન વિભાગે કરી અતિ ભારે વરસાદની આગાહી

ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ફરી એકવાર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર થતાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પ્10 અને 11 જુલાઈએ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દમણ સહિતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 12 અને 13 જુલાઈએ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય બનતા અને વરસાદીની આગાહી સાથે જ તંત્ર પણ અલર્ટ થઇ ગયું છે.

ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગ દ્વારા રજૂ  કરાયેલી માહિતી મુજબ, દેશમાં ગુજરાત બીજું રાજ્ય છે જ્યાં સિઝનનો સૌથી ઓછો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં અત્યાર સુધીમાં 152 મીમી જેટલો વરસાદ પડવો જોઈએ પરંતુ હજુ સુધી ગુજરાતમાં માત્ર 82 મીમી વરસાદ પડ્યો છે.

error: Content is protected !!