વી.એચ.પી. અયોધ્યામાં રામ મંદિર માટે કાયદાની તરફેણમાં નથી, કારણ કે તે સુપ્રીમ કોર્ટની તપાસમાં જશે અને પ્રક્રિયા વધુ લંબાશે: ડૉ. સુરેન્દ્ર જૈન

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન આજે (શનિવારે) સંગઠાનાત્મ્ક પ્રવાસે ગુજરાત આવ્યા હતા. અમદાવાદમાં વિશ્વ સંવાદ કેન્દ્ર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા તેઓએ કહ્યું  હતું કે વિશ્વ હિન્દુ પરિષદની ગત રાષ્ટ્રીય કાર્યકારીણી તારીખ ૨૪ અને ૨૫ જુને મળી હતી. આ કાર્યકારીણીમાં મુખ્યત્વે બે પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યા હતા.

પ્રથમ પ્રસ્તાવ મુજબ દેશની તમામ રાજ્ય સરકારોને ગૌ સંરક્ષણ અને સંવર્ધન મંત્રાલયની સ્થાપના કરવાનું આવ્હાન કરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદે રાજ્ય સરકારો ધ્વારા સ્થાપવામાં આવનાર આ મંત્રાલયોને પોતાના ધ્વારા પ્રતિપાદિત કરવામાં આવેલ ‘પંચગ્વ્ય’, સંશોધન અને ગૌ સંવર્ધનને લગતું જ્ઞાન પણ પુરું પાડવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. બીજો પ્રસ્તાવ ભારતમાંથી રોહીન્ગ્યા મુસલમાનોને હાંકી કાઢવા અંગેનો કરવામાં આવ્યો હતો. માનનીય સુરેન્દ્ર જૈને કહ્યું હતું કે રોહીન્ગ્યા મુસલમાનોને કોઈના રાખે તો હિન્દ મહાસાગરમાં પડે, પણ આ હિન્દુ ભૂમિ પર આ જેહાદી મુસલમાનોનું કોઈ સ્થાન નથી. આ સાથે મ્યાનમારમાંથી બાંગ્લાદેશમાં શરણાર્થી કેમ્પમાં રહેતા ૪૬૩ હિંદુ પરિવારો પણ આ જેહાદી મુસલમાનોના અત્યાચારોનો ભોગ બની રહ્યા છે તેમને તુરંત બર્મા સરકાર સાથે વાતચીત કરી પુનર્વસન કરાવાવની વાત કરી હતી.

રામજન્મભૂમિ અંગે ચર્ચા કરતા તેઓએ કહ્યું હતું કે પૂર્વમાં આ સંદર્ભે કેટલાક પ્રસ્તાવો પસાર થયા છે અને આ કાર્યકારીણીમાં પણ તેની ચર્ચા કરવામાં આવી છે. રામ મંદિર અંગે કાયદો બનાવવા બાબતે તેઓએ કહ્યું હતું કે જયારે રામ મંદિર અંગેનો કેસ સુપ્રીમ કોર્ટમાં સુનાવણીના અંતિમ તબક્કામાં છે ત્યારે અત્યારે સરકાર પર સંસદમાં કાયદો બનાવવા દબાણ કરવાનો યોગ્ય સમય નથી.તેઓએ ધ્યાન દોરતા કહ્યું હતું કે આ સમયે જો કાયદો બનાવવામાં આવે તો પણ તે સુપ્રીમ કોર્ટને આધીન રહે જેથી અત્યારે ઝડપી સુનાવણી માટે પ્રયત્નો કરવા જોઈએ નહી કે સંસદમાં કાયદો બનાવવા અંગે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે જો ઓગસ્ટ સુધીમાં આ બાબતે યોગ્ય નિર્ણય નહી આવે તો વિશ્વ હિન્દુ પરિષદ પૂજ્ય સંતો સાથે ચર્ચા કરી સંતોનો આદેશ હશે તો દેશભરમાં આંદોલન કરતા પણ નહી ખચકાય. આ સાથે આ મામલે કોર્ટમાં ઝડપી સુનાવણીમાં વિલંબ ઉભો કરતા જેહાદી તત્વો, માઓવાદીઓ અને કોંગ્રેસીઓને તેઓએ ચેતવણી પણ આપી હતી.

મીડીયા ધ્વારા ગુજરાતમાં ચાલી રહેલા સામાજિક ધ્રુવીકરણ અંગેનો સવાલ પૂછતા તેમણે ભીમા કોરેંગાવમાં ગત વર્ષે થયેલી સામાજિક હિંસાની તપાસમાં સામે આવેલા તથ્યો રજુ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે આ હિંસામાં માઓવાદીઓની સંડોવણી કરે છે કે રાજકીય લાભ માટે દેશમાં સામાજિક સમરસતા બગાડવા માટે કેટલાક દેશવિરોધી તત્વો સક્રિય છે. પરતું વિશ્વ હિન્દુ પરિષદ પોતાના સમાનતાના સંકલ્પ સાથે પ્રતિબદ્ધ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે હિંદુ સમાજને આવા તત્વોને ઓળખી ગયો છે અને આ તરકટ ભારતમાં લાંબુ ટકશે નહી. ડો પ્રવીણભાઈ તોગડિયા ધ્વારા નવા સંગઠનની રચના અંગે તેઓએ કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદથી અલગ તેઓ પોતાની મરજીથી થયા છે અને ભારતમાં આવા અનેક સંગઠનો કાર્યરત છે.

સાથે તેમણે મીડીયાને વિશ્વ હિન્દુ પરિષદની પ્રગતિની માહિતી આપતા કહ્યું હતું કે આજે વિશ્વ હિન્દુ પરિષદના ૭૦ લાખથી વધુ કાર્યકર્તા જયારે બજરંગદળના ૩૫ લાખથી વધુ કાર્યકર્તાઓ દેશભરમાં કાર્યરત છે અને આગામી વર્ષે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓની સંખ્યા ૧ કરોડથીને આંબી જશે.

error: Content is protected !!