ગાંધીનગર: 11 થી 13 ઓક્ટોબર દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ-અપ એન્ડ ટેકનોલોજી સમિટ–2018 યોજાશે

ગાંધીનગર:  અમદાવાદ સ્થિત જીએમડીસી ઓડિટોરિયમ ખાતે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ-અપ એન્ડ ટેક્નોલૉજી સમિટના કર્ટેઇન રેઈઝરનુ આયોજન કર્યું હતું .વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ– 2019 ના ભાગરૂપે વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટ-અપ એન્ડ ટેકનોલોજી સમિટ – ૨૦૧૮ તારીખ ૧૧ થી ૧૩ ઓક્ટોબર ૨૦૧૮ દરમ્યાન ગાંધીનગર સ્થિત એક્ઝિબિશન સેન્ટર, હેલીપેડ ગ્રાઉન્ડ
ખાતે યોજાશે.

આ સમિટ ગુજરાત સરકારના ઇન્ડસ્ટ્રીઝ કમિશનરેટ, iNDEXTb અને જીઆઇડીસી દ્વારા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI), ગુજરાત ઈલેક્ટ્રોનિક્સ એન્ડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (GESIA), એન્ટ્રપ્રિન્યરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) અને iCreate જેવા ઉદ્યોગ સંગઠનો ના સહયોગથી આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટ ના ભાગ રૂપે આયોજકો 30 શહેરોમાં મુસાફરી કરશે.

આ પ્રસંગે ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ એમ.કે. દાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે,” ગુજરાત અને દેશના વિકાસ માટે ગુજરાત સરકાર સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ માટે પ્રતિબદ્ધ છે. આ ઇવેન્ટ શ્રેષ્ઠ અને તેજસ્વી વિચારો સાથે કનેક્ટ કરવા માટે એક શ્રેષ્ઠ તક પ્રદાન કરશે. આ ઇવેન્ટ નવી ટેક્નોલોજી આધારિત સોલ્યુશન પ્રોવાઇડર્સ માટે ગુજરાતને હબ તરીકે સ્થાપિત કરશે.

સમિટનો મુખ્ય ઉદેશ ગુજરાત અને દેશમાં સ્ટાર્ટ-અપ ક્ષેત્રે થયેલ ક્રાંતિ અને ઇકો સીસ્ટમને વધુ મજબૂત બનાવવાનો છે. કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા આનુષંગિક પડકારો અંગે વાર્તાલાપ કરવામાં આવશે. ગાંધીનગર ખાતે આયોજિત ત્રિ-દિવસીય સમિટમાં ગુજરાતમાં વિશ્વભરના વિચારશીલ વ્યક્તિઓ અને નવી કેડી કંડારનાર લોકો ભાગ લેશે જે વૈશ્વિક નવીનીકરણ દ્વારા ટકાઉ વિકાસની ક્રાંતિનું સર્જન કરવા માટે સજ્જ છે.

આયોજકોએ આ વર્ષે ગ્રાન્ડ ચેલેન્જમાં કુલ રૂ. 3 કરોડના પારિતોષિક ઇનામની રકમ રાખવામા આવી છે. ગ્રાન્ડ ચેલેન્જનો ઉદ્દેશ નીચે મુજબના ક્ષેત્રોમાં આજે સમાજની સમસ્યાઓનો ઉકેલ લાવી શકે તેવા સંશોધકોને શોધવાનું છે: એગ્રીટેક, ફિનટેક, સ્માર્ટ અને શેર્ડ મોબિલિટી, વુમન સેન્ટ્રીક સોલુશન્સ, ઉત્પાદન 4.0, ગવર્નન્સ 2030, મેરીટાઇમ એન્ડ મિલિટરી ઇન્ટેલિજન્સ એન્ડ હેલ્થટેક.

જીઆઇડીસીના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડી. થારાએ જણાવ્યું હતું કે,” ગ્રાન્ડ ચેલેન્જ એ ચેન્જ મેકર્સ ના સમુદાયને એકસાથે લાવવાની પહેલ છે, જેના માધ્યમથી સમાજમાં ઉદ્ભવી રહેલા વિવિધ પડકારોને વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઇનોવેશન્સ દ્વારા એનો ઉકેલ લાવી શકાશે. આ ઇવેન્ટના મુખ્ય આકર્ષણ માટે રૂ. 3 કરોડની મોટી રકમ રાખવાનો નિર્ણય લીધો છે. તેથી તે મહત્વનું છે કે દરેક વ્યક્તિ, ખાસ કરીને ગુજરાતના, વાયબ્રન્ટ ગુજરાત સ્ટાર્ટઅપ સમિટને જાણે અને તે ભાગ લઈ શકે.  સમારોહમાં iNDEXTb ના મેનેજિંગ ડિરેક્ટર રાજકુમાર બેનીવાલ, ઇન્ડસ્ટ્રીઝના એડિશનલ કમિશનર શ્વેતા ટીઓટીયા અને FICCI ગુજરાત સ્ટેટ કાઉન્સિલન અધ્યક્ષ રાજીવ વાસતુપાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!