વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 : દિલ્હીમાં મુખ્યમંત્રી રૂપાણીએ અગ્રણી ઉદ્યોગ સંચાલકોને રૂબરૂ મળીને સમિટમાં સહભાગી થવા પાઠવ્યું આમંત્રણ

નવી દિલ્હી : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકોને રૂબરૂ મળીને આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સહભાગી થઈ ગુજરાતની વૈશ્વિક વિકાસયાત્રાને વધુ વેગ આપવા ઇજન પાઠવ્યું હતું.

વાયબ્રન્ટ ગુજરાત સમિટ ૨૦૧૯ની પૂર્વ તૈયારી રૂપે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલા વન ટુ વન બેઠકના ઉપક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે એમ.જી મોટર્સના એમ.ડી  રાજીવ છાબડા, ડીસીએમ રામના સી.ઈ.ઓ વિક્રમ રામ, ભારતી એન્ટરપ્રાઇઝીસના વાઇસ ચેરમેન રાજનભારતી મિત્તલ, એકમે સોલારના ચેરમેન મનોજ ઉપાધ્યાય, રિન્યુ પાવર વેન્ચરના સી.ઇ.ઓ. સુમન્ત સિન્હા અને સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહએ બેઠકો યોજી હતી.

Image may contain: 7 people, people smiling

આ અગ્રણી ઉદ્યોગ સંચાલકોએ ગુજરાત સાથે ઓટોમોટિવ સેક્ટર, સોલાર એનર્જી, સોડા એશ ઉત્પાદન, પીસીપીઆઇઆર, રિજિયનલ એર કનેક્ટિવિટી સહિતના બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની ઉત્સુકતા દર્શાવી ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓ અને ઇન્ડસ્ટ્રિયલ પોલિસિઝની પણ સરાહના કરી હતી.

Image may contain: 1 person

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતમાં આ અગ્રણી ઉદ્યોગગૃહોના મોટા પ્રમાણમાં રોકાણોને કારણે આર્થિક વિકાસ સહિત રોજગાર ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર રહેશે. આ બેઠકોની શ્રૃંખલાઓ દરમિયાન મુખ્યસચિવ ડો. જે.એન.સિંઘ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કે. કૈલાસનાથન, નાણા વિભાગના અધિક મુખ્ય સચિવ અરવિંદ અગ્રવાલ, મુખ્યમંત્રીના અગ્રસચિવ એમ. કે. દાસ તેમજ ઉદ્યોગ, પ્રવાસન, ધોલેરા એસઆઈઆર વગેરેના વરિષ્ઠ સચિવો જોડાયા હતાં.

Image may contain: 3 people, people standing

Image may contain: 8 people, people sitting and crowd

error: Content is protected !!