પોલીસ સ્ટેશનમાં પૂર્વ ધારાસભ્ય સાથે ગેરવર્તણૂકનો વિડિઓ વાયરલ, ફરિયાદ નોંધાઈ

અમદાવાદ:  ભૂતપૂર્વ ભાજપના ધારાસભ્ય જીતુ વાઘેલાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા ગેરવર્તન અંગે ફરિયાદ નોંધાવી છે.

ગોમતીપુરના પીઆઈ, સી.બી.ટંડેલે કહ્યું કે, વાઘેલા ટ્રાફિક પોલીસના કથિત ગેરવર્તણૂંક અંગેની ઘટના અંગે ફરિયાદ કરવા આવ્યા હતા. આ દરમિયાન, એક અન્ય પોલીસ વ્યકિતએ કથિત રીતે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો અને તેમને ધક્કો માર્યો હતો.

વરિષ્ઠ અધિકારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે: ટંડલે કહ્યું.

નોંધનીય છે કે, આ ઘટનાનો વિડિઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વાઘેલાએ એમ પણ કહ્યું હતું કે, તેમણે પોલીસના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે, જેમણે તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી અને તેને પોલીસ સ્ટેશનની બહાર ધકેલવાની કોશિશ કરી હતી.

error: Content is protected !!