સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ પર લાંબી કતારમાં ઉભેલા લોકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ

વડોદરા: સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ પર લાંબી કતારમાં ઉભેલા લોકોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાઈટ પર ધસારાના કારણો; 1. આ દિવાળીનું વેકેશન છે અને અમદાવાદ, વડોદરા અને સુરત જેવા નજીકના શહેરોના ઘણા લોકો – ગુજરાતનાં ત્રણ સૌથી વધુ વસ્તીવાળા અને સમૃદ્ધ શહેરો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવાનું પસંદ કરે છે, 2. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને તેની પાસે વૈશ્વિક પ્રસિદ્ધિ આકર્ષિત કરી રહી છે. તેથી સમગ્ર ભારતમાંથી પણ ઘણા લોકો પણ મુલાકાત લેવાનું પ પસંદ કરી રહ્યા છે, 3. સરદાર પટેલની આ વિશાળકાય પ્રતિમા નવી છે, તેથી લોકો તેની એકવાર મુલાકાત લેવા માગે છે. ધીમે ધીમે પ્રવાહ ધીમો પડી જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

ગુજરાત સરકારે આજે સવારે એક નોંધ રજૂ કરી છે, જેમાં મુલાકાતીઓને તેમની મુલાકાતની યોજના કરવાની દરખાસ્ત કરી છે. જણાવવામાં આવ્યું છે કે, પ્રતિમાના છાતીના ભાગે આવેલી વ્યુ ગેલેરી સુધી મુલાકાતીઓને પહોંચાડવા માટે ઉપયોગમાં લેવાતી 2 લિફ્ટની ક્ષમતા દૈનિક મહત્તમ 5000 વ્યક્તિઓની જ છે. જેને ધ્યાનમાં લઈને મુલાકાતીઓને આ અંગેની જાહેરાત કરવામાં આવી છે. નવા વર્ષના દિવસે અંદાજે 18,000 પ્રવાસીઓએ સ્ટેચ્યુની મુલાકાત લીધી ત્યારે 5000 પ્રવાસીઓ બાદના પ્રવાસીઓને આ વ્યુ ગેલેરી સુધીની ટિકિટ આપવાની મનાઈ કરવામાં આવતા પ્રવાસીઓ નિરાશ થયા હતા. 5000 જેટલા લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી, બાકીના અન્યે ઓફલાઈન ટિકિટ લેવા પહોંચતા તેમને ટિકિટ મળી ન હતી, જેથી તેઓ નિરાશ થયા હતા. હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચતા લાંબી કતારો સર્જાઈ હતી. આ સતાહૈ જ પાર્કિંગ વિસ્તાર (શ્રેષ્ઠ ભારત ભવન નજીક) થી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટ પર જતી બસ માટે પણ લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

Related Stories

error: Content is protected !!