વિયેતનામના રાષ્ટ્રપતિ ક્વાંગ ભારતના પ્રવાસે, રાષ્ટ્રપતિ ભવનમાં કરાયું ભવ્ય સ્વાગત

નવી દિલ્હી: વિયતનામના રાષ્ટ્રપતિ ત્રાન દાઈ ક્વાંગ 3 દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. ક્વાંગ સાથે તેમના પત્ની નગુયન અને વિયતનામનું પ્રતિનિધિ મંડળ પણ આવ્યુ છે. દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં ક્વાંગનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્વાંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ હાજર રહ્યા. વિયતનામના રાષ્ટ્રપતિ  ભારત પ્રવાસે છે ત્યારે ભારત અને વિયતનામ વચ્ચે કેટલાક મહત્વના કરારો થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 2016માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિયતનામ ગયા હતા. 2016માં ભારત અને વિયતનામ વચ્ચે આઈટી, અવકાશ સફેદ શિપિંગ સહિતની 13 સમજુતી થઈ હતી.

error: Content is protected !!