આણંદ જિલ્લામાં દીપડાના હુમલામાં 3 ગ્રામીણને ઈજા

આણંદ, દેશગુજરાત: મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં ભાલેજ તાલુકાના સૈયદપુરા ગામમાં જંગલી દીપડાના હુમલામાં 3 ગ્રામવાસીઓને ઈજા પહોંચી હતી.

વન અધિકારી જે.આર.પટેલે કહ્યું હતું કે, મધ્ય ગુજરાતમાં કેટલાક જંગલોથી નીકળેલા દીપડા ગામના ખેતરોમાં પ્રવેશ્યા હતા અને ખેતરમાં કામ કરતા 3 લોકો પર હુમલો કર્યો હતો.

બીજી તરફ ગ્રામવાસીઓએ પણ દીપડા પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વન વિભાગની ટીમે તેને બચાવી અને સારવાર માટે પશુરોગ (વેટેરીનરી) હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.

ત્રણેય ઈજાગ્રસ્ત ગ્રામવાસીઓને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

error: Content is protected !!