ગાંધીધામમાં ઓસ્લો સર્કલ પર વાહન વ્યવહાર અટકાવી ધમાલ મચાવતા ટોળાને કાબુમાં લેવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો

ગાંધીધામ : સોશિયલ સાઇટ પર મહેશ્વરી સમાજના આધ્ય ધર્મગુરુ અંગે કરાયેલી અયોગ્ય પોસ્ટ બાદ વિવાદ સર્જાતા ગાંધીધામમાં થોડા સમય માટે તંગદીલી સર્જાઈ હતી. તોફાન જેવી સ્થિતિને થાળે પાડવા ગયેલી પોલીસ પર પણ ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારામાં પોલીસની બે જીપના કાચ તૂટી ગયા હતા અને સાત જેટલા પોલીસકર્મીઓ ઘાયલ પણ થયા હતા

અસામાજિક તત્વો દ્વારા કરાયેલી ધાર્મિક લાગણીને દુભવતી પોસ્ટ વિશે  એસપી સમક્ષ રજુઆત કરવા ધસી આવેલા ટોળાએ પરત ફરતા સમયે સતત ધમધમતા રહેતા શહેરના ઓસ્લો સર્કલ પર વાહન વ્યવહાર અટકાવી ધમાલ કરવાનું શરૂ કર્યું હતું. વિરોધ કરી રહેલા ટોળાને કાબુમાં લેવા માટે આખરે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ સાથે જ પોલીસે કેટલાક ટીયરગેસના શેલ (અશ્રુગેસના ટોટા) પણ છોડ્યા હતા. જે બાદ ટોળું વિખેરાતા સ્થિતિ કાબૂમાં આવી હતી.

error: Content is protected !!