ત્રિપુરામાં ચૂંટણી પરિણામ બાદ 13 જિલ્લામાં હિંસાની ઘટના, 144ની કલમ લાગુ

અગરતલા: ત્રિપુરામાં ભાજપની ઐતિહાસિક જીત બાદ રાજ્યમાં કેટલીક જગ્યાએ હિંસાની ઘટના સામે આવી છે. જેને પગલે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સીની કલમ 144 લાગૂ કરવામાં આવી છે. દક્ષિણ ત્રિપુરામાં સોમવારે ભાજપના કાર્યકર્તાઓએ બેલોનિયા કોલેજમાંથી રશિયન ક્રાંતિના હીરો વ્લાદિમીર લેનિનની મૂર્તિને પાડી નાખી હતી. આ દરમિયાન તેમણે ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા. જેના કારણે રાજ્યના 13 જિલ્લામાં હિંસાના બનાવો બન્યા છે. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે ગવર્નર તથાગત રૉયને સરકાર બને ત્યાં સુધી પરિસ્થિતિ પર નજર રાખવા માટે કહ્યું છે. ત્રિપુરાના હિંસાથી અસરગ્રસ્ત કેટલાક વિસ્તારોમાં સેક્શન 144 લાગુ કરવામાં આવી છે. પાર્ટીના મહાસચિવ રામ માધવે આ ફોટો ટ્વિટ કર્યો હતો. બીજી બાજુ રાજ્યમાં માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ની ઘણી ઓફિસોમાં અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

error: Content is protected !!