યુપી અને બિહારમાં 3 લોકસભા અને 2 વિધાનસભા બેઠક માટે મતદાન શરુ, 14 માર્ચે પરિણામ

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશ અને બિહારમાં 3 લોકસભા બેઠક અને 2 વિધાનસભાની બેઠક માટે પેટાચૂંટણીનું આજે (રવિવારે) મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વહેલી સવારથી જ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારો લગાવી હતી. ચૂંટણીને લઈને ઉત્તરપ્રદેશમાં સુરક્ષા દળની 65 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ, પીએસી અને હોમગાર્ડ સહિતના જવાનોને મતદાન મથકોની આસપાસ તૈનાત કરી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ખડકી દેવામાં આવી છે.
યુપીના ગોરખપુર અને ફુલપુર લોકસભા બેઠક પર અને બિહારની અરસિયા લોકસભા બેઠક તેમજ ભભુઆ અને જહાનાબાદ વિધાનસભા બેઠક પર મતદાન થઈ રહ્યું છે. 14મી માર્ચે ચૂંટણીનું પરિણામ જાહેર થશે.  આ ઉપરાંત પોલીસ, પીએસી અને હોમગાર્ડના જવાનો પણ તૈનાત કરાયાં છે.

error: Content is protected !!