નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં રવિ ઋતુમાં સિંચાઇ માટે પાણી પુરવઠો શરુ કરાયો

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજ્ય સરકારે અનેકવિધ ખેડૂત લક્ષી નિર્ણયો કર્યા છે. જેના પરિણામે ખેડૂતોને ઘણો ફાયદો થયો છે. આજે વધુ એક મહત્વનો નિર્ણય નર્મદા મંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કર્યો છે. રવિ ઋતુમાં સિંચાઇ માટે તા. ૯ મી ઓક્ટોબર-૨૦૧૭ થી નર્મદાની કેનાલો દ્વારા નર્મદાના નીર ખેડૂતોને સિંચાઇ માટે આપવાનું શરુ કરાયું છે.
નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ છે કે, નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં દર વર્ષે રવિ ઋતુમાં સિંચાઇ માટે સામાન્ય રીતે ૧૫ મી ઓક્ટોબર થી પાણી આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે નર્મદા યોજનાના પિયત વિસ્તારમાંથી ખેડૂતો દ્વારા વહેલું પાણી છોડવા રજુઆત કરાતાં રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેથી કપાસ, મગફળી, એરંડા તથા શિયાળુ વાવેતરમાં ખેડૂતોને મહત્તમ સિંચાઇનો લાભ મળશે અને રાજ્યના કૃષિ ઉત્પાદનમાં વધારો થશે, ખેડૂતોની આવક વધશે અને પશુપાલકોને તેમના પશુઓ માટે પાણીની સવલતો ઉપલબ્ધ થશે.

error: Content is protected !!