અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ તે જ સ્થળે રામ મંદિર બનાવાની મંજૂરી આપશે: નીતિન પટેલ

અમદાવાદઃ આજે દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ  રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભગવાન જગન્નાથની પુજા-અર્ચના અને આરતી કરી દર્શન કર્યા હતા.

મંદિરમાં દર્શન કરી બહાર નીકળ્યા બાદ મીડિયા દ્વારા રામ મંદિર અંગે પુછાયેલા પ્રશ્ન જવાબમાં નીતિન પટેલે કહ્યું કે, અમને વિશ્વાસ છે કે રામ મંદિર બનશે જ અને સુપ્રીમ કોર્ટ પણ તે જ સ્થળે રામ મંદિર બનાવાની મંજૂરી આપશે.

આ સાથે જ ગુજરાતમાં પાણીની તંગી  અંગે પુછાયેલા સવાલના જવાબમાં નીતિન પટેલે કહ્યું કે, નર્મદા ડેમનું પાણી જૂલાઇ મહિના સુધી મળતુ રહેશે.  તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં પીવાના પાણીની તંગી નથી.

પાણીની સમસ્યા અંગે તેમણે વધુમાં કહ્યું કે, નર્મદા નદીનો મોટા ભાગનો હિસ્સો મધ્યપ્રદેશમાં છે. મધ્યપ્રદેશમાં આ વખતે વરસાદ ઓછો હતો. મધ્યપ્રદેશમાં નર્મદા ડેમ કરતા બમણી ઊંચાઈનો ડેમ છે આ સહિત બીજા પણ કેટલાક ડેમ છે જેના કારણે નર્મદા નદીમાં આ વર્ષે પાણીની આવક ઓછી રહી છે. પરંતુ ગુજરાતમાં વરસાદ એકંદરે સારો રહ્યો હતો એટલે પીવાના પાણીની સમસ્યા નથી. તેમણે ઉમેર્યું કે, 4 કરોડ કરતા વધારે નાગરિકોનો પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં જરૂરી પાણીનો જથ્થો ઉપલ્બ્ધ છે. પીવાના પાણીની કોઈ ખેંચ નથી. આ સાથે જ પાણીના બગાડ અંગે જે-તે અધિકારીઓ કાર્યવાહી કરે છે. પાણીનો વ્યય ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

error: Content is protected !!