જો નિયમો સાથે ચેડાં થયા હશે તો સંજય દત્તને ફરી જેલભેગો કરીશું: મહારાષ્ટ્ર સરકાર

મુંબઈ, દેશગુજરાત

મહારાષ્ટ્ર સરકારે આજે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે એક્ટર સંજય દત્ત જેણે પોતાની સજા પૂરી કરી દીધી છે અને તેને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં છોડી મૂકવામાં આવ્યો હતો તેની પેરોલના નિયમોમાં કોઈ ચેડાં થયા હોવાનું માલુમ થશે તો તેને જેલમાં પરત મોકલવામાં આવશે.  સરકારે કહ્યું હતું કે સંજય દત્તને નિયમોનો ભંગ થયેલો હોવાનું જણાતાં જો જેલભેગો કરાશે તો તેને કોઈજ વાંધો નથી.

બોમ્બે હાઈકોર્ટે આ મામલે અગાઉ મહારાષ્ટ્ર સરકારને એફિડેવિટ ફાઈલ કરવા જણાવ્યું હતું.

સરકારે તેની જૂની એફિડેવિટમાં જણાવ્યું હતું કે પેરોલના સમયને બાદ કરતા સંજય દત્તે જેલમાં સજા ભોગવેલો સમય પૂરા પાંચ વર્ષનો થાય છે. એફિડેવિટમાં પેરોલનો સમય ચાર મહિના અને ફર્લોનો સમય 14 દિવસનો બતાવવામાં આવ્યો છે.આ એફિડેવિટમાં એમ પણ જણાવાયું છે કે દત્તે તેના પર લાગેલા આરોપ મુજબનું કોઈજ કાર્ય કર્યું નથી.

error: Content is protected !!