રસગુલ્લા માટેની ‘જંગ’માં ઓરિસ્સા સામે પ.બંગાળની જીત, મળી ભૌગોલિક ઓળખ

નવી દિલ્હી, દેશગુજરાત: રસગુલ્લાની શરૂઆત પશ્ચિમ બંગાળમાં થઇ કે ઓરિસ્સામાં તેનો નિર્ણય આવી ગયો છે. જીઓગ્રાફીકલ ઇન્ડેક્ષન (ભૌગોલિક સંકેત)ની ચેન્નાઈ ઓફિસ આ વિવાદનો ઉકેલ લાવતા જાહેર કર્યું કે, રસગુલ્લા પશ્ચિમ બંગાળના છે. ઉલ્લેખનીય છે કે, જીઓગ્રાફીકલ ઇન્ડેક્ષન એક પ્રકારે એન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટીનો નિર્ણય કરે છે. આ એ બતાવે છે કે, કોઈ પ્રોડક્ટ્સ ક્યા વિસ્તાર, સમુદાય અને સમાજની છે.

વર્ષ 2015માં જીઓગ્રાફીકલ ઇન્ડેક્ષન રજીસ્ટ્રેશનને લઈને ઓરિસ્સા અને બંગાળ વચ્ચે વિવાદ ચાલતો હતો. તે સમયે ઓરિસ્સાના એક મંત્રીએ કહ્યું હતું કે, એ વાતના પુરાવા છે કે રાજ્યમાં રસગુલ્લા 600 વર્ષથી અસ્તિત્વમાં છે. આ અંગે બંગાળનો દાવો હતો કે, 1868માં નબીન ચંદ્ર દાસ નામના શખ્સે પ્રથમવાર રસગુલ્લા બનાવ્યા હતા. જે ખાસ કરીને મીઠાઈ બનાવવા માટે જાણીતા છે.

ઓરિસ્સાએ ઐતિહાસિક રિસર્ચને લઈને દાવો કર્યો હતો કે, રસગુલ્લા પ્રથમવાર પુરીમાં બન્યા હતા અને તે બનાવનાર ખીર મોહન હતા. પરંતુ હવે આવેલા ચુકાદાએ મમતા બેનરજી સરકારનું મોઢું મીઠું કરાવી દીધું છે.

error: Content is protected !!